ZEE રિપોર્ટર્સની આ સુંદર તસવીરોએ જીત્યું બધાનું દિલ, તમે જોઇ આ તસવીરો?

Fri, 21 Aug 2020-6:43 pm,

કોરોના કહેરમાં સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરવાનું હોય છે પરંતુ લોકડાઉનમાં લાંબા સમય બાદ મળેલા બે મિત્રો પોતાના ફ્લેટ પર આવેલી પાણીની ટાંકી પર બેસીને પરિસ્થિતિ ક્યારે નોર્મલ થશે તેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા એવું લાગી રહ્યું છે. દુષ્યંત કર્નલની આ તસવીરમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે કુદરત આગળ માનવી કેટલો લાચાર છે. 

આ તસવીર એક મોટો સંદેશ આપે છે. આ તસવીર કહે છે કે માણસને ફાયદો થાય ત્યાં સુધી જ તેની કદર હોય છે. એકવાર કામ પુરૂ થઇ ગયું તો તેની હાલત પણ આવી જ થાય છે જેવી આ તસવીરમાં આ હોડીઓની છે. 

આકર્ષ ગુપ્તા દ્વારા મોકલવામાં આવેલી આ તસવીર કોઇ પ્રાચીન કિલ્લાની છે, જેના વિશાળ દરવાજાની સામે બનેલી દિવાલ પર એક નાનકડી બારીમાંથી કોઇ મીનારને જોવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 

હવામાનમાં ફેરફાર દરમિયાના આ તસવીર ચંદીગઢથી ખુર્શીદ અમહમદે મોકલી છે. આ તસવીરમાં પ્રકૃતિમાં થનાર ફેરફારોને કંડારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

આ તસવીર લોકડાઉન દરમિયાન ઇરફાન મંજૂરે શ્રીનગરથી લીધી છે, જેમાં બરફથી ઢંકાયેલા પહાડ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.

દિલ્હીના સુરેન્દ્ર મનરાલે પોતાની તસવીરમાં બીચ (Beach) પર સવાર અને સૂર્યાસ્તના સમયની સુંદરતાને કેદ કરવાનો પ્રયત્ન કર્યો છે. 

મોટાભાગે દિલ્હીમાં વરસાદ બાદ પાણી ભરાયા હોવાની તસવીરો જોવા મળે છે. પરંતુ આ તસવીરમાં આકર્ષ ગુપ્તાએ દુનિયાને દિલ્હી સુંદરતાથી રૂબરૂ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. 

જોતાં જ મનને પસંદ આવી જાય તેવી આ તસવીર ગુજરાતના વાપી રેલવે સ્ટેશનની છે જેને આકર્ષ ગુપ્તાએ મોકલી છે. 

આ તસવીરમાં એક કુતરો ઘોડાની પીઠ પર રમી રહ્યો છે અને ઘોડો પણ નીચે બેસીને તેની સાથે ખુશ જોવા મળી રહ્યો છે. 

જમ્મૂ કાશ્મીરમાં ડલ ઝીલ પર માછલી પકડતી વખતે પણ આ તસવીરો લોકોને ખુબ પસંદ આવી રહી છે. તેને ઇરફાન શાહે મોકલી છે. 

આ તસવીર ગુજરાતથી હમીમ ખાને મોકલી છે. તેમાં તેમણે ઝાડની સુંદરતાને તસવીરમાં કેદ કરવાનો પ્રયત્ન કર્યો છે. 

કલકત્તા સ્થિત વિક્ટોરિયા મેમોરિયલની સુંદર તસવીર અરિન મુખર્જીએ મોકલી છે. 

COVID-19 સંક્રમણ દરમિયાન પીપીઇ કિટ પહેરીને રિપોર્ટિંગ દરમિયાન આ સુંદર તસવીર સંજીવ ગુપ્તાએ મુંબઇથી મોકલી છે. 

સૂર્યાસ્ત દરમિયાનની આ તસવીર કલકત્તાથી આવી છે. અરિન મુખર્જીએ પોતાના ફોટામાં એકદમ અનોખા અંદાજમાં સૂર્યાસ્તને કેદ કર્યો છે. 

તસવીરમાં વરસાદ પલળેલા માર્ગો, દબેલા પગે ચાલતો એક માણસ, સ્ટ્રીટ લાઇટને ઢાંકી દેતી ઝાડની ડાળો પોતાનામાં તે સાંજની સુંદરતા રજૂ કરવા માટે પુરતી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link