Photography માટે શાનદાર કેમેરાવાળા Top-5 Smartphone, ઓછી કિંમતમાં મળશે દમદાર ફીચર્સ

Thu, 19 Aug 2021-5:15 pm,

ક્વાડ કેમેરા સેટઅપ સાથે આવતા આ ફોનમાં 48 મેગાપિક્સલનો મેન કેમેરો છે. 8MP નો અલ્ટ્રા-વાઇડ લેન્સ છે, 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે અને 2 મેગા પિક્સલનો ડેપ્થ કેમેરો આવે છે. આ ફોનમાં 20MP નો ફ્રંટ કેમેરો આવે છે. સારા પોર્ટ્રેટ મોડની સાથે આ ફોનમાં તમને ફોટો ક્લિક કર્યા બાદ ફોટોના બ્લર લેવલને બદલવાની સુવિધા મળે છે. તેની 5160mAh ની બેટરી પણ દમદાર છે. હાલ આ ફોન 18,999 રૂપિયામાં મળી રહ્યો છે. 

એમેઝોન પર 19990 રૂપિયામાં મળી રહેલો આ ફોન ત્રિપલ કેમેરા સેટઅપની સાથે આવે છે, જેમાં મેન લેન્સ  64MP નો છે. અલ્ટ્રા-વાઇડ લેન્સ 8MP નો છે અને 2MP નું મેક્રો સેટઅપ છે. તેમાં ફ્રંટ કેમેરો 16MP નો છે. તેનો મેન કેમેરો  f/1.79 અપાર્ચરની સાથે આવે છે, જેમાં GW3 નું સેન્સર સપોર્ટ છે. GW3 માં ઈએફબી ઓટોફોકસ ટ્રેકિંગ, 60એફપીએસ પર 4K ના વીડિયો જેવા અનેક ફીચર છે. 

48MP નો મેન કેમેરો, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ અને 2 મેગાપિક્સલનો મેક્રો આ ફોનમાં ત્રિપલ રીયર કેમેરા સેટઅપની સુવિધા આપે છે. તેમાં 16MP ના ફ્રંટ કેમેરાની સાથે તમને AI મોડ પણ મળશે અને આ ફોનમાં પોર્ટ્રેટ શોટ્સ પણ સારા લઈ શકાય છે. 5000mAh ની બેટરી સાથે આ ફોન તમને 15999 રૂપિયામાં મળશે.  

આ ફોન 8 મેગાપિક્સલના અલ્ટ્રા-વાઇડ, 2MP ના પોટ્રેટ અને 5MP ના મેક્રો મોડની સાથે આવે છે. તેનો 108MP નો ક્વાડ-રીયર કેમેરા સેટઅપ છે જે 16MP ના ફ્રંટ કેમેરા સાથે આવે છે. તેનો 5MP નો મેક્રો મોડ 2x નો મેગ્નિફિકેશન પણ આવે છે. કલર અને ટોનલ એક્યુરેસીની સાથે આ ફોનમાં પોર્ટ્રેટ મોડ અને નાઇટ મોડનો પણ વિકલ્પ મળે છે. આ ફોન એમેઝોન પર 19999 રૂપિયામાં મળી રહ્યો છે.   

સેમસંગના આ ફોનની ખાસિયત છે તેનો ફ્રંટ કેમેરો. 32MP ના ફ્રંટ કેમેરાની સાથે આ ફોનમાં એક ક્વાડ રીયર કેમેરા સેટઅપ છે જેમાં ફોનનો કેમેરો 64MPનો છે, અલ્ટ્રા વાઇડ લેન્સ 12 મેગાપિક્સલનો છે, મેક્રો કેમેરા  5MP નો અને ડેપ્થ કેમેરો  5MP નો છે. તેના સિંગલ ટેક ફીચર એક ટેકમાં 14 આઉટપુટ આપે છે. તસવીરોમાં સ્માર્ટ ક્રોપ અને લાઇવ ફોકસ જેવા ઘણા ફીચર્સ છે. આ કેમેરામાં તમે શાનદાર વીડિયો પણ બનાવી શકો છો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link