Sleeping Disorder: આ ગામમાં હરતા-ફરતા અચાનક સૂઈ જાય છે લોકો, આજ સુધી નથી ઉકેલાયું રહસ્ય
દુનિયા વિચિત્ર રહસ્યોથી ભરેલી છે. કેટલાક એવા રહસ્યો છે જેનું રહસ્ય ઉકેલાઈ ગયું છે. પરંતુ કેટલાક રહસ્યો એવા છે જે વિજ્ઞાનની બહાર છે. આજે અમે તમને એવા જ એક રહસ્યમય ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ગામમાં લોકો ચાલતી વખતે અચાનક સૂઈ જાય છે. એટલું જ નહીં, આ ગામના લોકો ક્યારેક મહિનાઓ સુધી સૂઈ જાય છે.
કઝાકિસ્તાનનું કલાચી ગામ વિશ્વમાં તેની એક વિચિત્ર ઘટના માટે જાણીતું છે. આ લોકો અચાનક અને લાંબા સમય સુધી સૂવા લાગે છે. આ રહસ્યમયી બીમારીએ વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓને વર્ષોથી મૂંઝવણમાં મુકેલા છે.
કલાચી ગામમાં રહેતા લોકો અચાનક અને કોઈ ચેતવણી વગર કલાકો કે દિવસો સુધી સૂઈ જાય છે. તે ચાલતા-ફરતા કે કામ કરતા પણ સૂઈ શકે છે.
આ દરમિયાન તે સંપૂર્ણ રીતે બેભાન થઈ જાય છે, પરંતુ જાગ્યા બાદ તેને કંઈ યાદ રહેતું નથી કે તે ક્યારે અને કયાં સૂઈ ગયા હતા.
આ બીમારીનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ ઘણા સિદ્ધાંત આપવામાં આવ્યા છે. કેટલાક સંશોધકોનું માનવું છે કે ગામમાં રહેલા કોઈ ઘેરી પદાર્થ કે ગેસ આ બીમારીનું કારણ હોઈ શકે છે.
કેટલાક લોકોનું માનવું છે કે કોઈ અજાણ્યો વાયરસ આ બીમારી માટે જવાબદાર હોઈ શકે છે. કેટલાક રિસર્ચર્સ માને છે કે આ એક સામૂહિક મનોવૈજ્ઞાનિક ઘટના હોઈ શકે છે.
કેટલાક સંશોધકો માને છે કે ગામની આસપાસના પર્યાવરણમાં કેટલાક ફેરફાર આ બીમારીનું કારણ હોઈ શકે છે. આ બીમારીએ ગામના લોકોના જીવનને ખુબ પ્રભાવિત કર્યું છે. લોકો પોતાનું કામકાજ કરી શકતા નથી, સામાજિક જીવન પ્રભાવિત થાય છે અને આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ જાય છે.
હજુ સુધી આ બીમારીની કોઈ ચોક્કસ સારવાર મળી નથી. પરંતુ વૈજ્ઞાનિક આ બીમારીના કારણોને શોધવા અને સારવાર વિકસિત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યાં છે.