વર્લ્ડ સ્ટ્રોક ડે : આખા શરીરને ખોખલું કરી દે છે આ બીમારી, બેઠાડું જીવન જીવનાર બને છે પહેલો શિકાર
એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, સ્ટ્રોક આવ્યા બાદ 70 ટકા દર્દી પોતાની સાંભળવાની અને જોવાની ક્ષમતા ગુમાવી દે છે. સાથે જ 30 ટકા દર્દીઓને બીજાના મદદની જરૂર પડે છે. સામાન્ય રીતે જે લોકોને દિલની બીમારી હોય છે, તેમાં 20 ટકા દર્દીઓને સ્ટ્રોકની સમસ્યા થાય છે. ધર્મશિલા નારાયણા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના સીનિયર કન્સલટન્ટ, ન્યૂરો-સર્જરી ડો.આશિષ કુમાર શ્રીવાસ્તવ જણાવે છે કે, મસ્તિષ્કના કોઈ હિસ્સામાં રક્તની આપૂર્તિ બંધ થઈ જવાથી અથવા ગંભીર રીતે ઓછી થઈ જવાને કારણે સ્ટ્રોક થાય છે. મસ્તિષ્કના ટિશ્યુમાં ઓક્સિજન અને પોષક તત્વો ઓછા થઈ જવાથી થોડી જ મિનીટોમાં મસ્તિષ્કની કોશિકાઓ મૃત થવા લાગે છે. તેથી સમય રહેતા જ રોગીઓનો ઉપચાર મળવાથી તેને સામાન્ય સ્થિતિમાં લાવી શકાય છે. નહિ તો મૃત્યુ અથવા સ્થાયી વિકલાંગતા થઈ શકે છે.
તેમણે જણાવ્યું કે, બ્રેન સ્ટ્રોકનો યોગ્ય સમય પર ઈલાજ જ તેને સારું કરી શકે છે. પરંતુ સારવારમાં મોડું થાય તો લાખો ન્યૂરોન્સને નુકશાન પહોંચી શકે છે અને મસ્તિષ્કના મોટાભાગના ભાગને પ્રભાવિત થાય છે. તેનાથી પ્રભાવિત થતા વ્યક્તિના શરીરના અનેક હિસ્સાઓ સુન્ન થવા લાગે છે અને તેમાં નબળાઈ અથવા લકવા જેવી સ્થિતિ થવા લાગે છે. દર્દીને બોલવામાં તકલીફ આવી શકે છે. ઝણઝણાટી આવે છે, અને ચહેરાની માંસપેશીઓ નબળી થઈ જાય છે, જેનાથી લાળ પડવા લાગે છે.
તેમણે કહ્યું કે, દેશમાં દર વર્ષે બ્રેઈન સ્ટ્રોકના લગભગ 15 લાખ નવા કેસ સામે આવતા હોય છે. જે અસામાયિક મૃત્યુ અને વિકલાંગતાનું મોટું કારણ બની જાય છે. અન્ય એક મોટું તથ્ય એ છે કે, દર 100માંથી લગભગ 25 બ્રેઈન સ્ટ્રોગ રોગીઓની ઉંમર 40 વર્ષથી નીચે છે. તે હાર્ટ એટેક બાદ દુનિયાભરમાં મોતનું બીજું મોટું કારણ બન્યું છે.
પીએસઆરઆઈ હોસ્પિટલના ન્યૂલોજિસ્ટ ડો.અમિત શ્રીવાસ્તવ જણાવે છે કે, સમય રહેતા જ સ્ટ્રોકના લક્ષણોને ઓળખીને તાત્કાલિક તેનો ઉપચાર કરાવવાથી આ બીમારી સારી થઈ જાય છે. તેના લક્ષણો અને તત્કાલ સાવધાની રાખવા અંગે ડો.ગોયલે જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિનો ચહેરો એક તરફથી વાકું થવા લાગે અને તેને બોલવામાં તકલીફ આવી શકે તો તેને વ્યક્તિએ વધુમાં વધુ હસવું જોઈએ, જેથી તેના ચહેરા પરની માંસપેશીઓની કસરત થઈ જાય. આ રીતે જો એક હાથ સુન્ન પડી જાય તો હાથને ઉપર નીચે કરવાનો પ્રયાસ કરવો.
તેમણે જણાવ્યું કે, જો બોલવામાં તકલીફ થઈ રહી હોય તો આવી વ્યક્તિએ એક વાક્યને બે-ત્રણ વાર બોલવું જોઈએ અને તેનું યોગ્ય ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરવો. આવી સલાહ આપતા કહ્યું કે, તેમાં કોઈ પણ લક્ષણ નજર આવવા પર દર્દીને તત્કાલ કોઈ નજીકના હોસ્પિટલમાં લઈ જવું. ગોલ્ડન ઓવરમાં સારવાર મળવાથી દર્દીને સ્ટ્રોકથી બચાવી શકાય છે.
એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, તેનું મુખ્ય કારણ ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ, રક્ત શર્કરા, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, દારુ, ધૂમ્રપાન અને માદક પદાર્થોની લત ઉપરાંત આરામદાયક જીવનશૈલી, મોટાપો, જંક ફૂડનું સેવન અને તણાવ છે. યુવા રોગીઓમાં તે ઘાતક સાબિત થઈ શકે છે. કેમ કે, તે તેમને આજીવન વિકલાંગ બનાવી શકે છે.
શ્રી બાલાજી એક્શન મેડિકલ ઈન્સ્ટિટ્યૂટના સીનિયર ન્યૂરોલોજિસ્ટ ડો.રાજુલ અગ્રવાલે જણાવ્યું કે, આ સમસ્યા વધતા ઉંમરની સાથે વધતી રહે છે. હાલ યુવાઓ પર સ્ટ્રોકનો ખતરો મંડરાઈ રહ્યો છે. અનિયમિત જીવનશૈલી, ખાણીપીણી અને તણાવ સ્ટ્રોક આવવાના મુખ્યત કારણોમાંથી એક છે. તેનાથી બચવા માટે વ્યાયામ, ઉચિત ખાણીપીણી અને નશાથી દૂર રહેવું સૌથી વધુ જરૂરી છે. સાથે જ વ્યક્તિને તણાવથી બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તણાવ અનેક બીમારીઓનું મૂળ છે, જે ધીરે ધીરે આખા શરીરને ખોખલું કરી દે છે.