how`s the josh : પાકિસ્તાનની બોર્ડર પર ફેન્સિંગ પાસે યોગા કરીને જવાનોએ બતાવ્યો જુસ્સો
તો બીજી તરફ, જવાનોએ પાકિસ્તાનની બોર્ડર પર ફેન્સિંગ પાસે જ યોગા કરીને અનોખો માહોલ બનાવ્યો હતો.
વિશ્વ યોગ દિવસની ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઉજવણી કરાઈ હતી. સરહદ પર BSFના જવાનોએ યોગ દિવસ ઉજવ્યો હતો.
ભૂજ સરહદ પર સરહદી પ્રહરી તરીકે કામ કરતા BSFના જવાનોએ ફેન્સિંગ પાસે જ BSFના જવાનોએ યોગાસન કર્યા હતા.
રાજસ્થાનના બાડમેરમાં પણ આર્મી જવાનોએ બોર્ડર પર યોગ કર્યા હતા.
બોર્ડર પર યોગા કરતી તસવીર જોઈને ખ્યાલ આવશે કે જવાનો પણ કેવી રીતે પોતાની સુરક્ષા રાખે છે.
પાકિસ્તાનને અડીને આવેલી બોર્ડર પર ફેન્સિંગ પાસે યોગ કરવાનો લ્હાવો જ કંઈક અલગ હોય છે, જે સુરક્ષા જવાનોએ લીધો હતો.
ગાંધીનગર ઓફિસ ખાતે પણ સુરક્ષા જવાનોએ વહેલી સવારે યોગાસન કરીને વર્લ્ડ યોગા દિવસની ઉજવણી કરી હતી.