Rolls-Royce એ લોન્ચ કરી દુનિયાની સૌથી મોંઘી કાર, આટલી કિંમતમાં તો રાજાનો મહેલ ખરીદી શકાય

Thu, 24 Aug 2023-4:48 pm,

આ કાર કમિશન કરવામાં આવેલી ચાર ડ્રોપટેલ કારમાંથી પહેલી કાર છે. કંપની તેને માત્ર ચાર યુનિટમાં તૈયાર કરશે. હાલમાં જ તેને કેલિફોર્નિયાના પેબલ બીચની પાસે આયોજિત એક અંગત કાર્યક્રમમાં તેના માલિકને સોંપવામાં આવી છે. જેને આ કાર બનાવવા માટે ખાસ ઓર્ડર આપ્યો હતો.

આ કાર કેમ આટલી બધી મોંઘી છે તેની માહિતી કંપનીએ આપી છે. કારમાં ટ્વીન ટર્બોચાર્જ્ડ 6.75 લીટર વી-12 એન્જિન છે. આ એન્જિનસ રોલ્સ રોયસ ઘોસ્ટમાં પણ ઉપયોગમાં લેવાયું છે. આ એન્જિન 5250 આરપીએણ પર 563 bhp નું પાવર અને 1500 પર 820 Nm નું પીક ટોર્ક જનરેટ કરે છે. 

rolls royce એ હવે પોતાની નવી કાર ડ્રોપ ટેલ લોન્ચ કરી છે. rolls royce ડ્રોપ ટેલ બ્રાન્ડનું પહેલું આધુનિક 2 સીટર રોડસ્ટર કાર છે. જે કોચબિલ્ડ ડ્રોપ-ટોપ્સની યાદ અપાવે છે. 

rolls royce ની આ કાર કંપનીએ અન્ય ચાર કંપનીઓ સાથે મળીને અંદાજે 4 વર્ષની મહેનત બાદ તૈયાર કરી છે. કંપનીનું કહેવુ છે કે, આ કાર કંપનીના ઈહાઉસ કોચ બિલ્ડિંગ સીરીઝના પાયોનિયરિંગને દર્શાવે છે.   

કારની લંબાઈ 5.30 મીટર અને પહોળાઈ 2.0 મીટર છે. કંપનીએ કારમાં રિમૂવેબલ રુફ પેનલ આપે છે, જે કાર્બનફાઈબરનું છે. જેનાથી ડ્રાઈવરને તેને હટાવવું અને બદલવું બહુ જ સરળ બની રહે છે. આ ઈલેક્ટ્રોક્રોમિક ગ્લાસનું એક મોટુ સેક્શન પણ મળે છે, જે અંદાજે એક બટન ટચ કરવાથી રંગ બદલે છે.   

કારને કેબિન રેડ અને બ્લેક થીમમાં બનાવાઈ છે. કહેવાય છે કે, એક ખાસ ક્રાફ્ટમેન દ્વારા રોલ્સ રોયસની આ કારની સીટ બનાવવામાં આવી છે. જેના પર લગભગ 9 મહિના સુધી કામ કરવામાં આવ્યુ હતું.   

La Rose Noire Droptail કાર બ્લેક બકારા ગુલાબથી પ્રેરિય છે, જે એક મખમલ જેવુ ફુલ છે, અને ફ્રાન્સમાં જ ઉગે છે. આ ફુલ આ કારનો ઓર્ડર આપનારા શખ્સના માતાનો ફેવરિટ રંગ છે. ફુલના પાંખડીઓનો રંગ ઘેરા દાડમ જેવો હયો છે, જે લગભગ કાળા જેવો લાગે છે. પરંતું સૂર્યની રોશનીમાં તે ચમકની સાથે લાલ જેવો દેખાય છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link