ઈમારતોની અધૂરી કહાની, રંગેચંગે પાયો તો નંખાયો, કરોડો ખર્ચાયા, પણ ક્યારેય પૂરી ન બની
બેંગકોકના આ 49 મંજિલા ટાવરને હોન્ટેડ એટલે કે ભૂતિયા માનવામાં આવે છે. તેનું 80 ટકા કન્સ્ટ્રક્શન પૂરુ થઈ ચૂક્યુ છે અને તે Ghost Tower ના નામથી ફેમસ છે. રેકોર્ડ મુજબ, 1990 માં તેનું કન્સ્ટ્રક્શન શરૂ થયુ હતું, ત્યારે દેશની ઈકોનોમી સારી સ્થિતિમાં હતી, પરંતુ વર્ષ 1997 માં આર્થિક કારણોથી તેનુ કન્સ્ટ્રક્શન રોકી દેવાયુ હતું. આ ટાવરને અંદરથી જોવાની પરમિશન નથી, તેને બહારથી જ નિહાળી શકાય છે.
433 ફીટની આ ઈમારતનું કન્સ્ટ્રક્શન 1390 માં શરૂ કરાયુ હતું. રેકોર્ડ મુજબ, તેનું કન્સ્ટ્રક્શન કામ સદીઓ સુધી ચાલુ રહ્યું, પરંતુ બાદમાં તેનુ કામ અધૂરુ રહી ગયું.
આ ઈમારતને Hotel of Doom ના નામથી ઓળખવામાં આવે છે. તે નોર્થ કોરિયાની સૌથી લાંબી ઈમારત છે. Pyongyang માં આ ઈમારત કોઈ કામની નથી. રિપોર્ટ અનુસાર, આ હોટલનું કન્સ્ટ્રક્શન 1987 માં શરૂ થયુ હતું અને 1992 માં તેની ઊંચાઈ 1080 ફીટ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ આર્થિક સંકટને કારણે તેનું કન્સ્ટ્રક્શન રોકી દેવાયુ હતું. જો આ ઈમારત તેના પ્લાનિંગ મુજબ કામ કરતી તો તેમાં 5 રિવોલ્વીંગ રેસ્ટોરન્ટ અને 3000 રૂમ હોત.
સ્કોટલેન્ટની ઈમારતને એથેન્સની Parthenon ની નકલ તરીકે બનાવવામાં આવવાની હતી. આ ઈમારતનું કન્સ્ટ્રક્શન 1822 માં શરૂ થયુ હતું. Napoleonic War માં માર્યા ગયેલા લોકોની યાદમાં બનાવવામાં આવવાની હતી. આ ઈમારત માટે પબ્લિક સબ્સક્રિપ્શનથી પૂરતુ ફંડ જમા થઈ શક્યુ ન હતું. જેને કારણે તેનુ કન્સ્ટ્રક્શન રોકી દેવુ પડ્યુ હતું. 13 કોલમ બન્યા બાદ તેનુ નિર્માણ 1829 માં જ રોકી દેવાયુ હતું.
આ ઈમારતને કુતુબ મિનારથી પણ ઉંચી બનાવવાની પરિકલ્પના હતી. પરંતુ 1316 માં અલાઉદ્દીન ખિલજીના મોત બાદ Alai Minar નું કામ થંભી ગયુ હતું. ત્યાર બાદથી આ ઈમારત અઘૂરી જ રહી ગઈ.