WORLDS MOST WANTED CRIMINALS: આ છે એવા ગુનેગારો જેમને શોધી રહી છે દુનિયાભરની પોલીસ

Wed, 14 Apr 2021-7:45 am,

અયમાન અલ-જવાહિરી ઈ્જીપ્ટીયન ઈસ્લામિક જેહાદનો પ્રમુખ હતા. જે અલ કાયદા સાથે જોડાઈ ગયો હતો. જવાહિરી ઓસામાં બિન લાદેનનો એક સમયનો ડેપ્યુટી કમાન્ડર હતા. જ્યારે, અમેરિકામાં થયેલા 9/11ના હુમલામાં તેનો મોટો હાથ હતો. જેના કારણે જવાહિરી વોન્ટેડ લીસ્ટમાં આવ્યો છે.

ઓમિદ તાહવિલી કેનેડાની પર્શિયન ગેંગવો લીડર છે. ઓમિદ દુનિયાના ઘણાબધા ક્રિમીનલ ગૃપ સાથે સંકળાયેલો છે. 2007માં કેનેડાની જેલમાંથી તે ફરાર થયો હતો અને ત્યારથી તે ભાગી જ રહ્યો છે. અમેરિકામાં ઘણી મોટી ચોરીઓ અને ઈન્ટરનેશનલ મની લોન્ડરિંગ કેસમાં તેનું નામ સામે આવ્યું છે.

 

સેમિયન મોગિલવિચ દુનિયાનો સૌથી ખૂંખાર ક્રિમીનલ તરીકે ઓળખાય છે. દુનિયામાં જેટલા પણ રશિયન માફિયા ગેંગ્સનો તે લીડર છે. સેમિયન દુનિયાનો મોસ્ટ વોન્ટેડમાંથી એક છે.

ફેલિશિયન કાબૂગા આફ્રિકન ઉગ્રવાદી છે. જે કેન્યાના જંગલોમાં છુપાયેલો છે. તે ઘણા નરસંહાર માટે વોન્ટેડ છે. જ્યારે, રવાન્ડનના નરસંહારના જે 100 દિવસ ચાલ્યો હતો અને જેમાં 8 લાખ લોકોના મૃત્યુ થયા હતા તેના કારણે તે મોસ્ટ વોન્ટેડ છે.

જોશેફ કોની એક યુગાન્ડાનો ગોરીલા લીડર છે. કોનીનું ગૃપ મોટા ક્રાઈમ કરે છે. જ્યારે, મહિલાઓ અને બાળકોને જબરદસ્તી કિડનેપ કરીને તેમની પાસે આતંકી પ્રવૃત્તિઓ પણ તે કરાવે છે. 1986થી જોશેફ કોની આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે.

દાઉદ ઈબ્રાહિમ ભારતના ક્રાઈમ નેટવર્કનો લીડર છે. ડી-કંપનીના નામથી તે પોતાની ક્રિમીનલ કંપની ચલાવી રહ્યો છે. પાકિસ્તાન, દુબઈ અને ભારતમાં તે ઘણી બધી ગુનાહીત પ્રવૃતિઓ કરી રહ્યો છે. બોમ્બ બ્લાસ્ટ, હત્યાઓ, ખંડણી, ડ્રગ્સ ડિલીંગ જેવી અનેકો પ્રવૃત્તિઓ તે કરી રહ્યો છે અને કરી ચુક્યો છે. દાઉદની સાંઠ-ગાંઠ અલ કાયદા સાથે પણ છે.

મેટ્ટીઓ મેસિના ડેનારો ઈટાલીય માફિયા છે. જેણે તેના હરીફોની ધરપકડ થયા પછી ઇટાલીના કોસા નોસ્ટ્રા પર નિયંત્રણ મેળવ્યું છે. મેટ્ટીયો ઈટાલિયન હાસ્ય પુસ્તકના પાત્ર, ડાયબોલિક દ્વારા પણ જાણીતો છે. તે 20વર્ષથી વધુ સમયથી પોલીસ પકડથી દુર છે અને હજી પણ તે એક મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે.

અલિમઝાન એક રશિયન ગેંગસ્ટર છે. ટોખ્તાખોનોવ સંગઠીત ગુનાહીત પ્રવૃતિઓ માટે વોન્ટેડ છે. અલિમઝાન ટોખ્તાખોનોવ ઈલીગલ આર્મસ અને ડ્રગ્સનું રેકેટ ચલાવે છે. જ્યારે, કિંમતી ગાડીઓના ચોરાયેલા સ્પેરપાર્ટસ વેચવાનો પણ તેનો મોટો આંતરરાષ્ટ્રીય કારોબાર છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link