કુંવારા જલ્દી કરો! આ છે વિશ્વની મોસ્ટ વોન્ટેડ ગર્લફ્રેન્ડ, હજારો યુવકોએ ડેટિંગ માટે કરી અરજી

Tue, 28 Jan 2025-11:54 pm,

દરેક છોકરાની ઈચ્છા હોય છે કે તેને સુંદર ગર્લફ્રેન્ડ હોય. દેખાવમાં સુંદર હોવા ઉપરાંત તે સમજદાર અને બુદ્ધિશાળી પણ હોવી જોઈએ. દરેક છોકરીની પણ આ ઈચ્છા હોય છે. આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બોયફ્રેન્ડની શોધમાં છે. તેણે બોયફ્રેન્ડ શોધવા માટે એક અરજીઓ મંગાવી છે. તેની સુંદરતા જોઈને લોકો ઉમટી પડ્યા છે અને પૂરજોશમાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આ યુવતીના બોયફ્રેન્ડ બનવા માટે 5 હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ તેની શરતો પક કોઈ પૂરી કરી શક્યા નથી.

અહીં અમે વાત કરી રહ્યા છીએ બ્રિટિશ મોડલ વેરા ડાયકમેન્સની જે પોતાને દુનિયાની મોસ્ટ વોન્ટેડ ગર્લફ્રેન્ડ ગણાવે છે. વેરાએ સોશિયલ મીડિયા પર તેના બોયફ્રેન્ડ માટે અરજીઓ મંગાવી હતી. થોડી જ વારમાં 5 હજારથી વધુ પુરુષોએ અરજી કરી. પરંતુ વેરાની શરતો એટલી કડક છે કે તેના પરફેક્ટ બોયફ્રેન્ડની શોધ હજુ પૂરી થઈ નથી.

લંડનમાં રહેતી 27 વર્ષની વેરા ડાયકમન્સ એક મોડલ છે અને સોશિયલ મીડિયા પર તેના 70 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય ચહેરો છે. જ્યારે તેણે સોશિયલ મીડિયા પર બોયફ્રેન્ડ શોધવાનું શરૂ કર્યું ત્યારે તેને હજારો પ્રતિક્રિયાઓ મળી. જો કે, તેની કડક શરતો પર ફક્ત ત્રણ જ પુરુષ જ પૂરી કરી શક્યા.

વેરાનું કહેવું છે કે, તે 'પ્રિન્સેસ ટ્રીટમેન્ટ' ઇચ્છે છે અને તે કોઈપણ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી. વેરાએ મહિલાઓ માટે ડેટિંગ ટિપ્સ શેર કરતા કહ્યું કે, મહિલાઓએ પોતાનું સન્માન કરવું જોઈએ અને પુરુષો સાથે પોતાની મર્યાદા નક્કી કરવી જોઈએ. તેણે કહ્યું કે, એક પુરુષે તમને યોગ્ય રીતે ડેટ પર લઈ જવી જોઈએ. જેમ કે ડિનર અથવા કોઈપણ એક્ટિવિટી પર. જો તે પ્લાનિંગ વગર અથવા મોડી રાત્રે મળવાનું કહે તો તેને તરત જ રિજેક્ટ કરી દો.

તેણીએ એમ પણ કહ્યું કે, પહેલી ડેટ પર પુરુષે એક નાની ગિફ્ટ જરૂર લાવવી જોઈએ. ભલે તે ફૂલોનો ગુલદસ્તો જ કેમ ન હોય. આ એક સંકેત છે કે તે તમારા સમય અને કંપનીની કદર કરે છે. વેરાએ મહિલાઓને પુરુષોના વર્તનમાં કેટલાક રેડ ફ્લેગ્સ પર ધ્યાન આપવાની સલાહ આપી. મોડી રાતના મેસેજ.. જો કોઈ પુરુષ માત્ર રાત્રે 10 વાગ્યા પછી જ મેસેજ કરે છે, તો તે આદરનો અભાવ દર્શાવે છે. ખોટા વચનો અને બેવડા ધોરણો.. એવા પુરુષોથી બચો જે ખોટા વચનો આપે છે અથવા પોતાના માટે અલગ અને તમારા માટે અલગ નિયમો બનાવે છે. હાઈજીન અને ફાઈનેન્સનું ધ્યાન ન રાખવું.. જો કોઈ પુરુષ પોતાની સાફ-સફાઈ અને આર્થિક સ્થિતિનું ધ્યાન ન રાખે તો તે મોટો રેડ ફ્લેગ છે.

વેરાએ જણાવ્યું કે, તેની ડેટિંગ એપ્રોચને લઈ ઘણી મહિલાઓએ ટીકા કરી છે. કેટલીક મહિલાઓ તેને ઈર્ષ્યાને કારણે પસંદ નથી કરતી. એકવાર એક મેકઅપ આર્ટિસ્ટે તેની સાથે કામ કરવાનો ઇનકાર કર્યો કારણ કે તેનો બોયફ્રેન્ડ વેરાને સોશિયલ મીડિયા પર ફોલો કરતો હતો. જો કે, વેરાની પાસે એવા લોકો પણ છે જેઓ તેને સપોર્ટ કરે છે. તેણે કહ્યું કે, આટલા બધા પુરૂષોને અરજી કરતા જોવું મારા માટે અદ્ભુત અનુભવ હતો.

વેરાનું માનવું છે કે, પુરૂષો તેના તરફ એટલા માટે આકર્ષાય થાય છે કારણ કે તે 'વાસ્તવિક' છે અને પોતાની જાતનો દેખાડો કરવાના બદલે જેવી છે તેવી જ રજૂ કરે છે. જો કે, તે કોઈપણ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી. તેણે કહ્યું કે, હું ખૂબ જ પસંદીદા છું અને મને એવો પાર્ટનર જોઈએ છે જે લગભગ પરફેક્ટ હોય. જો મને આવી વ્યક્તિ ન મળે તો હું સિંગલ રહેવાનું પસંદ કરીશ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link