World`s Oldest Jewelry: કેવા હતા દુનિયાના સૌથી જૂના ઘરેણાં? 51 હજાર વર્ષ પહેલાંની આ તસવીરો જુઓ
પુરાતત્વવિદોએ જર્મની (Germanyમાં હાર્જ પહાડોની તળેટીમાં સ્થિત યૂનિકોર્ન ગુફાના પ્રવેશદ્વારની પાસે ખૂબ જ પ્રાચીન દુર્લભ આભૂષણો (Rare jewellery)ની શોધ કરવામાં આવી. જ્યાં તેને રાખવા માટે એક મોટું સપાટ બેઝ બનાવવામાં આવ્યું હતું.
સંશોધનકર્તા મુજબ, વિશ્વમાં સૌથી જૂનુ આભૂષણ એટલે કે ઘરેણા(Ornament) 51 હજાર વર્ષ જૂના છે. આ આભૂષણ હરણના પગની આંગળીમાંથી બનાવવામાં આવ્યા છે. જર્મનીના હનોવરમાં સ્ટેટ સર્વિસ ફોર કલ્ચર હેરિટેજની ટીમનું કહેવું છે કે, આ ઘરેણાને કુશળતાથી બનાવવામાં આવ્યા હતા. ટીમના કહેવા પ્રમાણે, શારીરિક સજાવટ માટે આ સામાન આજના ઘરેણાની તુલનાએ ઘણા મોટા હતા. માનવોની પ્રાચીન પ્રજાતી Neanderthals તેનો ઉપયોગ કરતી હતી.
જાણકારી મુજબ, હજારો વર્ષ પહેલાં જાનવરોના હાડકાની કઠોરતાને ઓછી કરવા માટે તેને ઉકાળવામાં આવ્યા હશે. તે પછી હાડકાઓ પર નક્શીકામ થયું હશે. સ્ટડી લીડર ડૉક્ટર ડિર્કે કહ્યું કે, આ ક્રિએટિવિટી માણસોની એ પ્રજાતિની સંજ્ઞાનાત્મક ક્ષમતાનું એક શાનદાર ઉદાહરણ છે જે નિએન્ડર થલ્સના સંદર્ભમાં આપી શકાય છે.
Shah Rukh Khan એ નામ બદલ્યું પછી બદલાયું નસીબ, જૂનું નામ સાંભળીને તમે પણ ચોંકી જશો
આ ઘરેણાની પેટર્ન ખૂબ જ સાફ છે અને નક્શીકામ પણ ઉંડાણપૂર્વક કરેલું છે. શેવરૉનને તપાસવા માટે લગભગ 90 મિનિટનો સમય લાગે છે. હાડકાઓમાં કોતરવામાં આવેલી 6 અલગ અલગ રેખાઓ છે જે જણાવે છે કે, તેમને ખાસ પ્રકારે સંકલિત કરાઈ હતી. હાડકામાં કોતરાયેલા નિશાન અડધો ઈંચથી એક ઈંચ સુધી લાંબા છે. આ કલાકૃતિ લગભગ અઢી ઈંચ લાંબી છે.
Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત
સંશોધનમાં શામેલ ડૉ. લેડરે ઘરેણાને ઘણાં મોટા હોવાના કારણો જણાવ્યા. હજારો વર્ષ પહેલાં આલ્પ્સના ઉત્તર દિશામાં સ્થિત વિસ્તારમાં હરણ ખૂબ જ મોટા હતા. 15મી સદી બાદથી સંશોધનમાં લાગેલા લોકો આ વિસ્તારોમાં સામૂહિક દળ બનાવીને જતા હતા.
ફોટો ક્રેડિટ: (@NLD/SWNS)