શું તમે જોયું? વિશ્વનું એકમાત્ર પક્ષી મંદિર આવેલું છે ગુજરાતમાં, નિહાળવા ઉમટે છે દેશ-વિદેશના પ્રવાસીઓ...

Mon, 05 Jun 2023-4:22 pm,

સાબરકાંઠા: જિલ્લાના હિંમતનગરની રાયસિંગપુરા ગામ પાસે રોડાના મંદિરો આવેલા છે, જ્યાં મંદિરના સમુહમાં નવગ્રહ અને પક્ષી મંદિર આવેલું છે. જે માત્ર ગુજરાત જ નહી સમ્રગ ભારતનું એક માત્ર પક્ષી મંદિર માનવામાં આવે છે. આ પૌરાણિક મંદિર જોવા માટે દેશ વિદેશમાંથી લોકો આવતા હોય છે.  

સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક સ્થળ હિંમતનગર તાલુકામાં આવેલું રોડા મંદિર કહેવાય છે. આ પ્રાચીન મંદિરની સ્થાપત્ય શૈલીમાં ચૌલુક્ય શૈલીની બાંધકામકળા જોવા માટે અલગ અલગ રાજ્યોથી લોકો આવતા હોય છે. આ મંદિરના સ્થાપત્યમાં સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દિવાલો ઉપર ઉપસાવેલી ભાતવાળી કિનારીઓ પરથી આ મંદિરનું નિર્માણ સાતમી અને નવમી સદી વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે. આ ટેમ્પલ પ્રાચીન સમયથી ગુજરાતીઓના પશુ પક્ષીપ્રેમની સાક્ષી પૂરે છે. 

રાયસિંગપુરા રોડાના ટેમ્પલ તરીકે ઓળખાતા કુલ સાત જેટલા મંદિરો ખંડેર હાલતમાં છે. આ સાથે સરકારે આ રોડા મંદિર પ્રવાસી ધામ બને તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે. આ મંદિરની ખાસ ખાસિયત એ છે કે આ મંદિરના ચણતરમાં કયાંય ચૂનો કે અન્ય પદાર્થનો ઉપયોગ થયો નથી. માત્ર પથ્થરને વિશિષ્ટ રીતે ઘડીને એક બીજામાં જડી દેવામાં આવ્યા છે. જેમાં આ મંદિરોના સમૂહમાં જ એક પક્ષી મંદિર આવેલું છે.  

આ પક્ષી મંદિરની પાસે આવેલું શિવ મંદિર અને તેના થોડા અંતરે વિષ્ણુ મંદિર છે. મંદિરના આગળના ભાગે આવેલા કુંડની ચારે ખૂણે અન્ય મંદિરો પણ છે. કુંડની અંદરના મંદિરોમાં એક ખૂણે વિષ્ણુ ભગવાનની મૂર્તિ અને બીજા ખૂણે માતાજીની મૂર્તિઓ છે તેની સામે છેડે ગણપતિની મોટી મૂર્તિ અને નવગ્રહ મંદિર પણ છે. એવું માનવામાં આવે છે કે કુલ 125 જેટલા મંદિરો હતા. જેનો કાળક્રમે નાશ થયો હતો. રોડાના આ સાત મંદિરો સાતમી સદીના હોવાનું મનાય છે. તેના મંદિર સમૂહોમાંનું જ એક પક્ષી મંદિર પણ છે અને આ મંદિર વિશ્વમાં ખાલી સાબરકાંઠા ખાતે જ આવેલ છે, જેનો ઇતિહાસ પણ જાણવો અત્યારે શક્ય નથી. 

હિંમતનગરથી 17 કિ.મી અંતર આવેલા રોડા રાયસિંગપુર એ એક પૌરાણિક જગ્યા છે, પરંતુ સરકાર આ જગ્યાને વિકસિત કરવામાં હજુ પણ પાછી પાની કરી રહી છે. પરંતુ તેનો જો યોગ્ય વિકાસ કરવામાં આવે તો આ જગ્યા જોવા જે લોકો આવે છે તે પણ દિલથી કહેશે કે વાહ શુ પૌરાણિક મંદિર અને વિશ્વનું માત્ર એક પક્ષી મંદિર છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link