રહસ્ય કે બીજું કંઈક... પૃથ્વી પર આ એકમાત્ર જગ્યા છે જ્યાં આજ સુધી વરસાદ નથી પડ્યો
વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી છે, જ્યાં ઓછો વરસાદ પડે છે. કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં ખુબ વરસાદ પડે છે, જેમ કે ભારતનું મેઘાલય. પરંતુ યમનનું અલ-હુતૈબ નામનું ગામ એવું સ્થાન છે, જ્યાં આજ સુધી વરસાદનું ટીંપુ પડ્યું નથી. આ ગામ પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ છે. લોકો અહીં આવી આ પ્રાકૃતિક અદ્ભુત નજારાનો આનંદ લે છે. પરંતુ તે જાણીને ચોંકી જાય છે કે અહીં વરસાદ પડતો નથી. (Photos: AI and Pixabay)
આ ગામ યમનની રાજધાની સનાથી થોડે દૂર આવેલું છે અને તેની સુંદરતા માટે જાણીતું છે. 'અલ-હુતૈબ' ગામ ટેકરીની ટોચ પર આવેલું છે, જ્યાંથી નીચેનો નજારો ખૂબ જ મનોહર છે. શિયાળાની ઋતુમાં અહીં ઠંડી ખૂબ જ તીવ્ર હોય છે, પરંતુ ઉનાળામાં અહીંના રહેવાસીઓને તડકાનો સામનો કરવો પડે છે.
આ ગામમાં ક્યારેય વરસાદ પડતો નથી તેનું કારણ તેની ઊંચાઈ છે. 'અલ-હુતૈબ' ગામ દરિયાની સપાટીથી 3,200 મીટરની ઉંચાઈ પર આવેલું છે. વાદળો સામાન્ય રીતે 2,000 મીટરની ઊંચાઈએ રચાય છે, જે આ ગામની નીચે છે. આ કારણે અહીં વરસાદના ટીપાં પણ પહોંચી શકતા નથી અને આ ગામ સૂકું રહે છે.
આ જગ્યાએ વરસાદ પડતો નથી, છતાં પર્યટકો વચ્ચે તે ખુબ લોકપ્રિય છે. તેનું પહાડી લોકેશન અને ઐતિહાસિક વાસ્તુકલા અહીં આવતા લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. ગામના ઘર પ્રાચીન અને આધુનિક શૈલીનું શાનદાર મિશ્રણ છે, જે અહીંના લોકોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે.
આ ગામમાં રહેતા મોટાભાગના લોકો 'અલ-બોહરા' અથવા 'અલ-મુકરામા' સમુદાયના છે. તેઓ યમન સમુદાય તરીકે ઓળખાય છે. અહીંની અનોખી પરંપરાઓ અને સંસ્કૃતિ તેને એક અલગ ઓળખ આપે છે. ભલે વરસાદ ન પડે, પરંતુ અહીંના લોકો આ જગ્યાને સ્વર્ગ માને છે અને તેને પોતાની જીવનશૈલીમાં મહત્વ આપે છે.