જોઇ નહી હોય World War 1 ની આવી ખતરનાક તસવીરો, જોઇને મચમચી જશે દિલ

Sat, 26 Feb 2022-11:53 pm,

વિશ્વયુદ્ધ 1 વિશે એવું કહેવાય છે કે તેનું તાત્કાલિક કારણ બોસ્નિયાની રાજધાની સારાએવોમાં ઑસ્ટ્રિયન સમ્રાટના અનુગામી આર્કડ્યુક ફ્રાન્ઝ ફિડેનાન્ડની હત્યા હતી. આ યુદ્ધને ઈતિહાસના સૌથી ઘાતક સંઘર્ષોમાંનું એક ગણવામાં આવે છે.

યુનાઇટેડ સ્ટેટ્સે પ્રથમ વિશ્વયુદ્ધમાં $30 બિલિયનથી વધુનો ખર્ચ કર્યો હતો. જણાવી દઈએ કે નવેમ્બર 1918 સુધી આ યુદ્ધમાં 8,528,831 લોકોના મોત થયા હતા. આ યુદ્ધના અંત પછી જ સ્પેનિશ ફ્લૂની મહામારી વિશ્વભરમાં ફેલાઈ ગઈ હતી.

આ ખતરનાક યુદ્ધમાં 13 લાખ ભારતીય સૈનિકોમાંથી 62 હજાર સૈનિકો માર્યા ગયા અને લગભગ 67 હજાર ઘાયલ થયા. તમને જણાવી દઈએ કે ભારતે યુદ્ધમાં 1,70,000 પશુઓ અને 37 લાખ ટન અનાજ મોકલ્યું હતું.

તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ પાવરનું નેતૃત્વ જર્મનીએ કર્યું હતું જેમાં ઓસ્ટ્રિયા, હંગેરી, ઈટાલી, બલ્ગેરિયા સહિતના અન્ય દેશોએ ભાગ લીધો હતો. જ્યારે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા, જાપાન સહિતના બીજા દેશો જોડાયા હતા. આ યુદ્ધમાં લગભગ 30 જેટલા જુદા જુદા ઝેરી ગેસ છોડવામાં આવ્યા હતા.

11 નવેમ્બર 1918ના રોજ જર્મનીએ સત્તાવાર રીતે આત્મસમર્પણ કર્યું. આ પછી યુદ્ધ સમાપ્ત થયું. 11 નવેમ્બર એ વિશ્વ યુદ્ધ 1 નો છેલ્લો દિવસ કહેવાય છે.

યુદ્ધ સમાપ્ત થતાં થતાં દુનિયાના 4 મોટા સામ્રાજ્ય તહેસ નહેસ થઇ ગયા હતા. તમને જણાવી દઇએ કે જર્મની, ઓસ્ટ્રિયા-હંગરી (હૈપ્સબર્ગ) ઉસ્માનિયા (તુર્ક સામ્રાજ્ય) સંપૂર્ણપણે નષ્ટ થઇ ગયા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link