Beautiful Cricketer: ભારતમાં ક્રિકેટ રમવા આવી રહી છે આ અમેરિકન બોલર, સુંદરતા મામલે કેટરિના-કરિના પણ ફેલ !
WPLની પ્રથમ સિઝન 4 થી 26 માર્ચ દરમિયાન યોજાશે. દિલ્હી કેપિટલ્સ ટીમ 5 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં તેમના અભિયાનની શરૂઆત કરશે.
અમેરિકાની ફાસ્ટ બોલર તારા નોરિસ મહિલા પ્રીમિયર લીગ (WPL)માં ભાગ લેનાર સહયોગી દેશની એકમાત્ર ક્રિકેટર છે. તે આ મહિને 4 માર્ચથી મુંબઈમાં શરૂ થઈ રહેલી આ T20 લીગમાં શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી રમત વિશે વધુ શીખવા માટે ઉત્સુક છે.
નોરિસે તેની કારકિર્દીમાં અત્યાર સુધી પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે 4 વિકેટ ઝડપી છે. તારાને WPLની પ્રથમ સિઝન માટે ગયા મહિને યોજાયેલી હરાજીમાં દિલ્હી કેપિટલ્સે રૂ. 10 લાખમાં ખરીદી હતી.
તારા નોરિસે દિલ્હી ફ્રેન્ચાઇઝી તરફથી જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, 'આ લીગમાં કેટલાક વર્લ્ડ ક્લાસ પ્લેયર્સ છે અને હું નસીબદાર છું કે મને તેમાંથી કેટલાક સાથે ટ્રેનિંગ કરવાનો મોકો મળશે. હું તેમાંના કેટલાક સાથે પણ રમવાની આશા રાખું છું. હું વધુ ને વધુ શીખવાનો પ્રયત્ન કરીશ.
તારા નોરિસે આગળ કહ્યું, 'આ ઉપરાંત, હું અગાઉ ક્યારેય ભારત આવી નથી. હું અહીંની પરિસ્થિતિઓ અને હવામાન વિશે પણ શીખીશ. તેણીએ કહ્યું કે તે WPLમાં તેના પ્રદર્શનથી સહયોગી દેશોને ગૌરવ અપાવવા માંગશે.
તારા નોરિસે કહ્યું, 'હું ચોક્કસપણે તમામ સહયોગી દેશોને ગૌરવ અપાવવા માંગુ છું. હું આ તમામ ખેલાડીઓનું પ્રતિનિધિત્વ કરી રહું છું. ઘણી મહિલા ખેલાડીઓને 'ફંડ' અને સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડે છે. હું સહયોગી દેશો માટે જાગૃતિ લાવવા માંગુ છું અને આશા રાખું છું કે આવતા વર્ષે વધુ ખેલાડીઓ ભાગ લેશે.