WPL Auction 2024: આ 5 ક્રિકેટર્સ પર ફ્રેંચાઇઝીઓએ દિલ ખોલીને વરસાવ્યા રૂપિયા, 20 વર્ષની કાશ્વી સૌથી મોંઘી ઇન્ડીયન પ્લેયર

Sun, 10 Dec 2023-2:35 pm,

20 વર્ષની કાશવી ગૌતમે WPL ઈતિહાસની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો છે. ગુજરાત જાયન્ટ્સે તેને 2 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કરી હતી. WPL 2024ની હરાજીમાં તે સૌથી મોંઘી ખેલાડી પણ હતી.

આ હરાજીમાં માત્ર બે જ ખેલાડી એવા હતા જેમને સૌથી વધુ 2 કરોડ રૂપિયા મળ્યા હતા. દિલ્હી કેપિટલ્સે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ક્રિકેટર એનાબેલ સધરલેન્ડને રૂ. 2 કરોડ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. મુંબઈ અને દિલ્હી વચ્ચે લાંબી બિડિંગ પ્રક્રિયા ચાલી હતી, પરંતુ અંતે દિલ્હીનો વિજય થયો હતો.

યુપી વોરિયર્સની ટીમે 1.3 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને 22 વર્ષની ભારતીય ખેલાડી વૃંદા દિનેશને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તમને જણાવી દઈએ કે તેની મૂળ કિંમત માત્ર 10 લાખ રૂપિયા હતી. આ વર્ષે આયોજિત સિનિયર વન-ડે કપ ટુર્નામેન્ટમાં તે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતી.

35 વર્ષની શબનમ ઈસ્માઈલ દક્ષિણ આફ્રિકા માટે રમે છે. મુંબઈ ઈન્ડિયન્સે આ શાનદાર ફાસ્ટ બોલરને 1.2 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કરી. શબનમને સમાવવા માટે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી, પરંતુ અંતે મુંબઈ ઈન્ડિયન્સનો વિજય થયો હતો.

ઓસ્ટ્રેલિયાની 20 વર્ષીય ફોબી લિચફિલ્ડને ગુજરાત જાયન્ટ્સ ટીમે 1 કરોડ રૂપિયામાં ખરીધી છે. તમને જણાવી દઈએ કે ફોબી લિચફિલ્ડે 19 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને તેની પહેલી જ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. આ હરાજીમાં ફોબીની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link