Pics : ‘બાલા’માં યામીએ કોપી કર્યો 70ના દાયકાની એક એક્ટ્રેસનો લૂક, કર્યો ખુલાસો
યામીએ ફિલ્મ બાલામાં ટિકટોક સ્ટારની ભૂમિકા ભજવી છે.
યામીએ કહ્યું કે, મને વ્યક્તિગત રીતે 1970નો દાયકો અને તેની સાથે જોડાયેલી ચીજો બહુ જ પસંદ છે. તે સમયનો લુક, વસ્ત્રો, સ્લીવની સ્ટાઈલ, શોર્ટ ડ્રેસ, વાળની એસેસરીઝ, પોલ્કા ડોટ પ્રિન્ટ મને બહુ જ ગમે છે.
બાલામાં આયુષ્યમાન ખુરાના અને યામી ફરીથી એકસાથે જોવા મળશે.
ફિલ્મમાં આ જોડીની સાથે ભૂમિ પેંડનેકર પણ નજર આવશે.
બાલા 7 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. (ફોટો સાભાર - તમામ તસવીરો યામી ગૌતમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવાઈ છે)