T20 વિશ્વકપમાં પ્રથમવાર રમશે આ 6 ખેલાડી, પસંદગીકારોએ ચમકાવી દીધું ભાગ્ય

Tue, 30 Apr 2024-5:52 pm,

કુલદીપ યાદવે ભારતીય ટીમ માટે 35 T20I મેચોમાં 59 વિકેટ પોતાના નામે કરી છે. કુલદીપ યાદવ વિશ્વના બેસ્ટ સ્પિનરોમાં સામેલ છે. તેની પાસે બોલિંગમાં વિવિધતા છે. આ વખતે કુલદીપ પ્રથમવાર ટી20 વિશ્વકપ રમશે.

મોહમ્મદ સિરાજે ભારતીય ટીમ માટે વર્ષ 2017માં ટી20 આંતરરાષ્ટ્રીયમાં પર્દાપણ કર્યું હતું. પરંતુ તે ટી20 વિશ્વકપ 2021 અને 2022માં રમી શક્યો નહોતો. પરંતુ આ વખતે પસંદગીકારોએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સિરાજ બુમરાહ સાથે ઓપનિંગ બોલિંગની જવાબદારી સંભાળી શકે છે.   

યુઝવેન્દ્ર ચહલને ટી20 વિશ્વકપ 2022 માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું, પરંતુ તે ટૂર્નામેન્ટ દરમિયાન બહાર બેઠો હતો. પરંતુ આ વખતે તે શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે. આઈપીએલમાં તેણે અત્યાર સુધી 13 વિકેટ લીધી છે. તે પ્લેઈંગ ઈલેવનમાં સૌથી મોટો દાવેદાર છે.

શિવમ દુબેએ આઈપીએલ 2024માં ધમાલ મચાવી છે. વર્તમાન સીઝનમાં તેણે 350 રન બનાવ્યા છે. તે મિડલ ઓવરમાં આક્રમક બેટિંગ માટે જાણીતો છે. આ સાથે બોલિંગ પણ કરી શકે છે. તે પ્રથમવાર ટી20 વિશ્વકપમાં રમતો જોવા મળશે. 

સંજૂ સેમસને આઈપીએલ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની મેચ વિનિંગ ઈનિંગોને કારણે સંજૂને વિશ્વકપની ટિકિટ મળી છે. સંજૂ સેમસન પ્રથમવાર ભારત તરફથી ટી20 વિશ્વકપ રમવા જશે. સંજૂએ ભારત માટે અત્યાર સુધી 25 ટી20 મેચમાં 374 રન બનાવ્યા છે. 

યશસ્વી જયસ્વાલ છેલ્લા કેટલાક સમયથી રોહિત સાથે ઓપનિંગ કરી રહ્યો છે. તે વિસ્ફોટક બેટિંગ કરવા માટે જાણીતો છે. યશસ્વી પ્રથમવાર ભારત માટે કોઈ આઈસીસી ટૂર્નામેન્ટમાં રમશે. એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમમાં યશસ્વી સામેલ હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link