Flashback 2018: કોહલી ટેસ્ટ-વનડેમાં ટોપ સ્કોરર, રોહિતે સતત બીજા વર્ષે ફટકારી સૌથી વધુ સિક્સ

Mon, 31 Dec 2018-4:16 pm,

વિરાટે આ વર્ષે ટેસ્ટમાં સૌથી વધુ 1322 રન બનાવ્યા છે. શ્રીલંકાનો કુશ મેન્ડિસ 962 રનની સાથે બીજા સ્થાન પર છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે 948 રન બનાવ્યા છે. તે ત્રીજા સ્થાન પર રહ્યો છે. ચોથા નંબર પર રહેલા ચેતેશ્વર પૂજારાએ 837 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડનો જોસ બટલર 760 રન સાથે પાંચમાં સ્થાને રહ્યો છે. 

વનડેમાં પણ કેપ્ટન કોહલી 1202 રન સાથે ટોપ સ્કોરર રહ્યો છે. બીજા નંબર પર રહેલા રોહિત શર્માએ 1030 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડનો જોની બેયરસ્ટો 1025 રન સાથે ત્રીજા અને જો રૂટ 946 રન સાથે ચોથા સ્થાને છે. પાંચમાં નંબર પર ઝિમ્બાબ્વેનો બ્રેન્ડન ટેલર રહ્યો. તેણે 898 રન બનાવ્યા છે. તેનાથી એક રન પાછળ શિખર ધવન 897 સાથે છઠ્ઠા સ્થાને છે. 

રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત બીજા વર્ષે સૌથી વધુ સિક્સ ફટકારી છે. તેણે આ વર્ષે 74 છગ્ગા ફટકાર્યા. તે ગત વર્ષે પણ 65 સિક્સની સાથે ટોપ પર હતો. 2016મા ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે 54 સિક્સ ફટકારી હતી. 2015મા દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સે 63 અને 2014મા ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમે સૌથી વધુ 55 છગ્ગા ફટકાર્યા હતા.

રોહિતે ટી20મા આ વર્ષે સૌથી વધુ બે સદી ફટકારી છે. તેણે આઠ જુલાઈએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બ્રિસ્ટલમાં અણનમ 100 રન ફટકાર્યા હતા. તેણે બીજી ટી20 સદી લખનઉમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 6 નવેમ્બરે ફટકારી હતી. ત્યારે તેણે 111* રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ટી20મા સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ રોહિતના નામે છે. તેણે અત્યાર સુધી ચાર સદી ફટકારી છે. 

દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડાએ આ વર્ષે ટેસ્ટમાં 52 વિકેટ ઝડપી. તે આ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં બીજા સ્થાને રહ્યો છે. બીજા સ્થાને શ્રીલંકાના દિલરૂવાન પરેરાએ 50 વિકેટ અને ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયાનો નાથન લિયોને 49 વિકેટ ઝડપી છે. ભારત માટે જસપ્રીત બુમરાહે 48 અને શમી 47 વિકેટ સાથે ક્રમશઃ ચોથા અને પાંચમાં સ્થાન પર છે. 

અફગાનિસ્તાના સ્પિનર રાશિદ ખાને આ વર્ષે વનડેમાં સૌથી વધુ 48 વિકેટ ઝડપી છે. કુલદીપ યાદવ 45 વિકેટ સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ 42 સાથે ત્રીજા સ્થાને રહ્યો છે. રાશિદનો ટીમ સાથે મુજીબ ઉર-રહમાન 37 વિકેટ સાથે ચોથા સ્થાને છે. પાંચમાં નંબર પર ઝિમ્બાબ્વેનો ટેંડઈ ચતારા રહ્યો છે. તેણે આ વર્ષે 30 વિકેટ ઝડપી છે.   

ઓસ્ટ્રેલિયાની વનડે અને ટી20 ક્રિકેટ ટીમના કેપ્ટન એરોન ફિન્ચ આ વર્ષે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો હાઇએસ્ટ સ્કોરર રહ્યો. તેણે જુલાઈમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 76 બોલમાં 172 રન ફટકાર્યા હતા. આ વર્ષે ટેસ્ટમાં બે ખેલાડીઓએ બેવડી સદી ફટકારી છે. તેમાં ન્યૂઝીલેન્ડનો ટોમ લાથમ 264* હાઇએસ્ટ સ્કોરર રહ્યો. આ સિવાય બાંગ્લાદેશને મુશફીકુર રહીમે 219* રનની ઈનિંગ રમી હતી. 

આ વર્ષે સૌથી સફળ ટેસ્ટ ટીમની વાત કરીએ તો તેમાં ઈંગ્લેન્ડ ટોપ પર રહી છે. પરંતુ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઈન્ડિયા પ્રથમ સ્થાને છે. ઈંગ્લેન્ડે આ વર્ષે 13માથી 8 ટેસ્ટ મેચ જીતી છે. ભારતીય ટીમે 14 ટેસ્ટ રમી, જેમાં સાત જીતી અને સાત હારી છે. વનડેમાં ટીમ ઈન્ડિયા પ્રથમ સ્થાને રહી છે. તેણે આ વર્ષે 20 વનડે રમી. તેમાંથી 14 મેચમાં વિજય મેળવ્યો હતો. ટી20મા પાકિસ્તાન સૌથી વધુ સફળ રહ્યું છે. તેણે 19માથી 17 મેચ જીતી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link