2025માં શનિ નહીં મંગળ કરશે રાજ! મેષ સહિત આ 5 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ થશે શરૂ, ધન-દૌલત, અપાર પ્રતિષ્ઠાના પ્રબળ યોગ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવું વર્ષ ખુબ ખાસ રહેવાનું છે. આ વર્ષે અનેક ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં ફેરફાર જોવા મળશે. જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. નવા વર્ષમાં ગુરુ બૃહસ્પતિ, રાહુ કેતુથી લઈને શનિ રાશિ પરિવર્તન કરશે. બીજી બાજુ નવા વર્ષમાં 2025માં મંગળ રાજ કરશે એવું કહેવાય છે. કારણ કે 2025 મળીને 9 નો અંક બને છે. અંક શાસ્ત્ર મુજબ મૂળાંક 9નો સ્વામી મંગળ છે. તેમને યુદ્ધના દેવતા અને ગ્રહોના સેનાપતિ પણ માનવામાં આવે છે. આવામાં 12 રાશિઓના જીવન પર મંગળ ગ્રહનો પ્રભાવ જોવા મળશે. 2025માં કઈ રાશિઓ પર મહેરબાન રહેશે મંગળ એ પણ જાણો. અંક શાસ્ત્ર મુજબ મૂળાંક 9નો સ્વામી મંગળ હોય છે અને ભગવાન હનુમાનની આ લોકો પર વિશેષ કૃપા હોય છે. આવામાં વર્ષ 2025માં શુભ ફળની પ્રાપ્તિ માટે હનુમાનજીની પણ વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ.
મેષ રાશિના જાતકો માટે નવું વર્ષ 2025 ખુબ ખાસ રહી શકે છે. મેષ રાશિનો સ્વામી મંગળ પોતે છે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. આત્મવિશ્વાસ અને સાહસમાં ઝડપથી વધારો થશે. જેનાથી તમે કઈક કરી શકવામાં સફળ રહેશો. મંગળની કૃપાથી 2025નું વર્ષ તમારા માટે સ્થિર રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. બચત કરવામાં પણ સફળ રહેશો.
નવું વર્ષ 2025 કર્ક રાશિના જાતકો માટે ખુબ સારું રહેવાનું છે. વર્ષની શરૂઆતમાં મંગળ આ રાશિમાં બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકો પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળશે અને સમાજીક દાયરાનો વિસ્તાર કરશે. તેનાથી તમને ખુબ લાભ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રે પણ ખુબ લાભ થઈ શકે છે. તમને નવી તકો મળી શકે છે. જીવનમાં ખુશીઓનો આગમન થશે. તમારી અંગત લાઈફમાં પણ વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકશો.
સિંહ રાશિના જાતકો માટે નવું વર્ષ 2025 સારું રહેશે. મંગળની કૃપાથી ખુશીઓ દસ્તક આપશે. ઉન્નતિના યોગ બની રહ્યા છે. મંગળ આ વર્ષે તમને વ્યક્તિગત રીતે ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. બિઝનેસ કે વેપાર સાથે જોડાયેલા જાતકોને ખુબ નફા સાથે ઉન્નતિના યોગ બની રહ્યા છે. તમે તમારા પર ધ્યાન આપશો. આત્મમંથન કરીને તમે પોતાનામાં ઘણો ફેરફાર કરશો.
વર્ષ 2025 કુંભ રાશિના જાતકો માટે ખુબ સુખદ રહેશે. શાંતિની સાથે પોતાનું જીવન જીવી શકશે. પરિવાર અને મિત્રો સાથે સારો સમય વિતાવશે. તમને પરિવાર અને ગુરુઓનો પૂરેપૂરો સહયોગ મળશે. જેનાથી તમે તમારા લક્ષ્યને મેળવવામાં સફળ રહી શકો છો. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. પરંતુ સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
મીન રાશિ પર મંગળનો સકારાત્મક પ્રભાવ પડશે. આવામાં આ રાશિના જાતકો માટે પણ નવું વર્ષ 2025 સારું રહેશે. સંચાર કળા તમને કામ લાગી શકે છે. તેનાથી તમારા કરિયરમાં ઘણો મોટો ઉછાળો આવી શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.