Year Ender 2021: ગાંધીનગર રેલવે સ્ટેશનમાં ફાઈવ સ્ટાર હોટેલ, જાણો એવી 10 બાબતો જેણે આ વર્ષને યાદગાર બનાવ્યું
દેશનું પ્રથમ એમ્પ્યુટી ક્લિનિક 2021માં ચંડીગઢમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ ક્લિનિક શરૂ કરવાનો ઉદ્દેશ્ય દર્દીઓને એક જ છત નીચે સંપૂર્ણ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. PGIMERના ડાયરેક્ટર પ્રોફેસર જગત રામ દ્વારા ક્લિનિકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2021માં જ ઓડિશામાં દેશનો પહેલો ફાયર પાર્ક પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો. જેનું ઉદ્ઘાટન ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કર્યું હતું. ફાયર પાર્કની સ્થાપનાનો ઉદ્દેશ્ય અગ્નિ સલામતીનાં પગલાં અંગે જાગૃતિ લાવવાનો છે.
પશ્ચિમ બંગાળમાં વિદ્યાર્થીઓ માટે દેશની પ્રથમ બોટ લાઈબ્રેરી શરૂ કરવામાં આવી. આ અલગ પ્રકારની લાઈબ્રેરીમાં બંગાળી અને અંગ્રેજી ભાષામાં 500 પુસ્તકો છે. બોટ લાઈબ્રેરીમાં વાઈફાઈની સુવિધા પણ ઉપલબ્ધ છે. બંગાળ સરકારના ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને આ લાઈબ્રેરીની સ્થાપના બુક સ્ટોર સાથે મળીને કરી હતી.
ઉત્તરાખંડના મુનસિયારીમાં દેશનો પ્રથમ લિકેન (ફૂગ) પાર્ક સ્થાપવામાં આવ્યો છે. મુનસિયારીના લિકેન પાર્કમાં લિકેનની 600 થી વધુ પ્રજાતિઓ છે, જેમાંથી 150 મુનસિયારીમાં જોવા મળે છે.
ઓડિશાનું પુરી 24 કલાક શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતું દેશનું પ્રથમ શહેર બન્યું છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે લોકોને શુદ્ધ પાણી આપવા માટે પુરીમાં 'ડ્રિંક ફ્રોમ ટેપ' નામના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. પુરીના લોકો હવે 24 કલાક નળમાંથી સારી ગુણવત્તાનું પીવાનું પાણી મેળવી શકે છે.
2021માં, ગુજરાતમાં ગાંધીનગર રેલવે સ્ટેશન પર ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી હતી. ગાંધીનગર રેલવે સ્ટેશનમાં બનેલી આ હોટલ કોઈપણ રેલવે સ્ટેશનમાં બનેલી પ્રથમ ફાઈવ સ્ટાર હોટલ છે. પ્લેટફોર્મમાં બનેલી આ ફાઈવ સ્ટાર હોટલનું નિર્માણ કાર્ય 2017માં શરૂ થયું હતું. આ લક્ઝરી હોટેલમાં 318 રૂમ છે અને તે 7,400 Sq. m.માં ફેલાયેલ છે. ફાઈવ સ્ટાર હોટલ બનાવવાનો ખર્ચ ₹790 કરોડ થયો છે.
2021માં, ગોવા રેબીઝ રોગથી મુક્ત થનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. સારી આરોગ્ય વ્યવસ્થાના કારણે રાજ્યને હડકવા સામે આ ઐતિહાસિક જીત મળી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા હડકવાના નિયંત્રણ માટે શરૂ કરાયેલ મિશન રેબીઝ પ્રોજેક્ટની પણ મોટી ભૂમિકા છે.
આ વર્ષે એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના લક્ષદ્વીપ અને બડગામ જિલ્લાને ટીબી મુક્ત જાહેર કર્યા હતા. આ બંનેને વિશ્વ ટીબી દિવસના અવસર પર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે ટીબી સામેની લડાઈમાં ભારતને ઐતિહાસિક સિદ્ધિ મળી છે. ભારતનું લક્ષ્ય 2025 સુધીમાં દેશને ટીબીથી મુક્ત કરવાનો છે. ક્ષય રોગ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયમથી થાય છે.
ઈન્દોરે છેલ્લા ઘણા વર્ષોથી સતત ભારતના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જીત્યો છે. આ વર્ષે ઈન્દોરે સ્વચ્છતા સંબંધિત વધુ એક ખિતાબ જીત્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ 2021 હેઠળ ઈન્દોર ભારતનું પ્રથમ વોટર પ્લસ સિટી પણ બની ગયું છે. ઈન્દોરને આ બિરુદ શહેરની ગટરોનું યોગ્ય સંચાલન કરવા માટે મળ્યું છે.
દેશનું મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન દેશનું પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન બની ગયું છે જે સેટેલાઈટ ફોનથી સજ્જ છે. સેટેલાઈટ ફોન વનકર્મીઓને શિકારીઓ પર નજર રાખવામાં મદદ કરશે અને આ વનકર્મીઓને પૂર જેવી કટોકટીની પરિસ્થિતિ સમયે સંચાલન કરવામાં મદદ કરશે. કાઝીરંગા નેશનલ પાર્ક આસામ રાજ્યમાં આવેલું છે.