2021 YEAR ENDER: અનેક ફિલ્મી હસ્તિઓએ આ વર્ષે ફાની દુનિયામાંથી લીધી વિદાય

Sat, 18 Dec 2021-10:22 am,

પીઢ અભિનેત્રી અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુરેખા સીકરી પણ તે કલાકારોની યાદીમાં સામેલ છે જેમણે આ વર્ષે દુનિયાને અલવિદા કહ્યુ છે. સુરેખા સીકરી પહેલેથી જ ખૂબ બીમાર હતા અને કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું.

વર્ષ 2021ના બોલિવુડમાં સૌથી આઘાતજનક જો કોઈ સમાચાર રહ્યા હોય તો તે સિદ્ધાર્થ શુકલાના અવસાનના છે. બિગ બોસ સિઝન 13ના અચાનક નિધનના આવેલા સમાચારથી ન માત્ર ઈન્ડસ્ટ્રી પરંતુ તેના કરોડો ફેન્સ આઘાતમાં સરી પડ્યા. 2 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ શુકલાનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું. સિદ્ધાર્થ શુકલાના મોતથી તેની ગર્લફ્રેન્ડ શહનાઝ ગિલ લાંબો સમય સુધી આઘાતમાં સરી પડી.

બોલિવુડના ફેમસ નદીમ-શ્રવણ બેલડીના શ્રવણ રાઠોડનું આ વર્ષે જ અવસાન થયું. કોરોના વાયરસના કારણે જ તેમનું નિધન થયું. શ્રવણે નદીમ સાથે મળીને 90ના દાયકામાં એવું સંગીત આપ્યું કે તેમના ગીતો આજે પણ તેટલા જ યાદગાર છે.

રણધીર કપૂરના સૌથી નાના ભાઈ રાજીવ કપૂરનું પણ આ વર્ષે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. રાજીવ ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'ના કારણે સૌથી વધુ જાણીતા થયા.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાના પાત્રથી અપાર લોકપ્રિયતા મેળવનાર નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકનું કેન્સરની સારવાર દરમિયાન નિધન થયું. નટુકાકાના પાત્રથી ફેમસ થયેલા ઘનશ્યામ નાયકે ઘણી હિન્દી અને ગુજરાતી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું.

માધવી ગોગટે ટીવી સિરિયલ 'અનુપમા'થી ફરી ચર્ચામાં આવ્યા, તેઓ સિરીયલમાં રૂપાલી ગાંગુલીની માતાનો રોલ કરી રહ્યા હતા. માધવી ગોગટેનું મૃત્યુ કોવિડ-19 સંબંધિત સમસ્યાઓના કારણે થયું હતું.

આ વર્ષે ટ્રેજડી કિંગ દિલીપ કુમારે આ દુનિયાને અલવિદા કહી દીધું. લાંબા સમયથી શ્વાસ લેવાની સમસ્યા અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાથી તેઓ પીડિત હતા. દિલીપ કુમારનું 98 વર્ષની જૈફ વયે નિધન થયું. દિલીપ કુમાર પોતાના પત્ની સાયરાબાનું સાથે રહેતા હતા.

'ટુ સ્ટેટ્સ, ગાઝી એટેક, મર્ડર 2, રોકેટ સિંહ' જેવી ઘણી ફિલ્મોમાં કામ કરનાર બિક્રમજીત કંવરપાલે પણ આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું. બિક્રમજીતનું નિધન પણ કોરોનાના કારણે થયું.

ટીવી સીરિયલ રામાયણમાં રાવણના પાત્ર થકી ઘર ઘરમાં પ્રચલિત થનાર અરવિંદ ત્રિવેદીનું પણ આ વર્ષે હાર્ટ અટેક અને મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે અવસાન થયું. લૉકડાઉનમાં જ્યારે ફરી રામાયણ પ્રસારિત થઈ ત્યારે અરવિંદ ત્રિવેદીનું 'રાવણ'નું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું.

ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકેલા અમિત મિસ્ત્રીનું પણ કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. અમિત મિસ્ત્રી છેલ્લે ફિલ્મ 'ભૂત પોલીસ'માં જોવા મળ્યા હતા જેમાં જેકલીન, સૈફ અલી ખાન, યામી ગૌતમ અને અર્જુન કપૂર પણ હતા. અમિત મિશ્રા ગુજરાતના જાણિતા અભિનેતા હતા.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link