Year Ender 2023: વર્ષ 2023 માં આ ક્રિપ્ટોકરન્સીએ મચાવી ધમાલ, રોકાણકારોને કરી દીધા માલામાલ

Mon, 18 Dec 2023-12:43 pm,

ક્રિપ્ટો બુલ્સ માને છે કે બજાર રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. બજારમાં ભલે હજારો ક્રિપ્ટોકરન્સી હાજર હોય. પરંતુ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં Bitcoin અને Ethereum નો દબદબો બનેલો છે. ક્રિપ્ટો માર્કેટમાં Ethereum અને Bitcoinનું માર્કેટ કેપ બે તૃતીયાંશ કરતાં વધુ છે. અહીં અમે તમને વર્ષ 2023માં સૌથી વધુ વળતર આપતી પાંચ ક્રિપ્ટોકરન્સી વિશે માહિતી આપીશું.

ક્રિપ્ટોકરન્સીમાં બિટકોઈનનું વર્ચસ્વ 14 વર્ષ પછી પણ યથાવત છે. બિટકોઈન વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય અને મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી છે. સાતોશી નાકામોટોના નામનો ઉપયોગ કરીને બિટકોઈન બનાવવામાં આવી હતી. તેનું માર્કેટ કેપ વધીને $810.5 બિલિયન થઈ ગયું છે. આ વર્ષે વાર્ષિક ધોરણે વળતર વધીને 131 ટકા થયું છે.

એથેરિયમ (Ethereum) પહેલાં  altcoins અથવા બિટકોઈનના ઓપ્શનમાંથી એક હતું. Ethereum ને જુલાઈ 2015 માં રજૂ કરવામાં આવ્યું હતું. બિટકોઈન પછી તે સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી છે. તેનું માર્કેટ કેપ વધીને $263.1 બિલિયન થઈ ગયું છે. છેલ્લા એક વર્ષમાં આ ક્રિપ્ટોકરન્સીએ લગભગ 63 ટકા વળતર આપ્યું છે.

રિપલ દ્વારા બનાવેલ XRP એક ગ્લોબલ પેમેન્ટ નેટવર્ક છે. તેને સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન્સના વિકલ્પ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. આ ક્રિપ્ટોકરન્સીએ એક વર્ષમાં 54 ટકા વળતર આપ્યું છે અને તેનું માર્કેટ કેપ વધીને $32.8 બિલિયન થઈ ગયું છે.

સોલાના ક્રિપ્ટોકરન્સી માર્ચ 2020 માં લોન્ચ કરવામાં આવી હતી. આ ક્રિપ્ટોકરન્સી લોન્ચ થઈ ત્યારથી જ ઘટાડાનો સામનો કરી રહી છે. વર્ષ 2023 માં, તેણે ત્રણ આંકડાનો નફો આપ્યો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ક્રિપ્ટો બન્યો. સોલાનાનું માર્કેટ કેપ વધીને $28.5 બિલિયન થયું છે. તેણે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ 377 ટકા વળતર આપ્યું છે.

કાર્ડાનો ડિસેંટ્રેલાઇઝ પ્રૂફ-ઓફ-સ્ટેક બ્લોકચેન છે, જે સપ્ટેમ્બર 2017માં લોન્ચ કરવામાં આવી હતી. તે ક્રિપ્ટો પસંદ કરતા લોકોમાં ઝડપથી પ્રખ્યાત થઈ ગયું. કાર્ડનોએ છેલ્લા એક વર્ષમાં 93 ટકાનું વળતર આપ્યું છે અને તેની સાથે તેનું માર્કેટ કેપ વધીને $21.6 બિલિયન થઈ ગયું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link