Yearender 2018 : નવોદિતો જેણે બોક્સઓફિસ પર મચાવી દીધો તરખાટ
શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાન્હવીએ 'ધડક'થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે. જાન્હવી બોલિવૂડમાં આવી એ પહેલાંથી જ સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા હતા. શ્રીદેવીના મૃત્યુ પછી તેના ચાહકો દીકરી જાન્હવીમાં તેની માતાનું પ્રતિબિંબ જુએ છે જેના કારણે તેની જવાબદારી પણ વધી જાય છે. જાન્હવીની આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'ધડક' સુપરહીટ મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની રિમેક હતી. આ હિન્દી રિમેકને બોક્સઓફિસ પર મિક્સ રિપોર્ટ મળ્યો છે પણ જાન્હવીના ટેલેન્ટને બધાએ વખાણ્યું છે. 'ધડક' પછી હવે જાન્હવી ધર્મા પ્રોડક્શનની 'કલંક'માં જોવા મળશે.
શાહિદ કપૂરના 23 વર્ષના સાવકા ભાઈ ઇશાન ખટ્ટરને લોકપ્રિયતા મળી છે 'ધડક'થી પણ તેની પહેલી ફિલ્મ હતી આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મમેકર માજિદ મજિદીની 'બિયોન્ડ ધ ક્લાઉડ્સ'. ઇશાનની પહેલી ફિલ્મે બોક્સઓફિસ પર તો ખાસ સફળતા નથી મેળવી પણ તેની દમદાર એક્ટિંગની નોંધ લેવાની બધાને ફરજ પડી હતી. ઇશાનમાં બોલિવૂડને પોટેન્શિયલ દેખાય છે અને ભવિષ્યમાં તે ચોક્કસપણે સફળ થશે.
અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનની બોલિવૂડમાં એન્ટ્રી ખાસ સરળ નહોતી. તેની પહેલી ફિલ્મ 'કેદારનાથ' શરૂઆતથી જ વિવાદોનો સામનો કરી રહી છે. સારાની બીજી ફિલ્મ 'સિમ્બા' પણ ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે અને તેણ બંને ફિલ્મોમાં સાવ અલગઅલગ પ્રકારના રોલ કરીને પોતાની અભિનય પ્રતિભાનો પરિચય આપી દીધો છે. સારાની પહેલી ફિલ્મમાં તેની એક્ટિંગ અને ચાર્મ એટલો દમદાર હતો કે હીરો સુશાંત સિંહ પણ તેની સામે ઝાંખો લાગતો હતો.
બ્રિટીશ-ઇન્ડિયન મોડેલ બનીતા સંધુ પહેલાં અનેક જાહેરાતોમાં દેખાઈ ચૂકી છે પણ બોલિવૂડમાં આ વર્ષે તેની પહેલી ફિલ્મ આવી શુજિત સરકારની `ઓક્ટોબ`. ફિલ્મમાં બનીતાના ભાગે ડાયલોગ્સ નથી આવ્યા પણ તેણે સચોટ હાવભાવથી તેના પાત્રને જીવંત બનાવી દીધું અને બધાને તેની નોંધ લેવા માટે મજબૂર કરી દીધા હતા. જોકે પહેલી ફિલ્મની રિલીઝ પછી બનિતાએ બીજો પ્રોજેક્ટ લેતા પહેલાં બ્રિટનમાં તેના અભ્યાનેસ પુરો કરવાનું યોગ્ય માન્યું છે.
મૌની રોય પહેલાં અનેક ટીવી સિરિયલો અને રિયાલિટી શોમાં દેખાઈ ચૂકી છે. જોકે આ વર્ષે મૌની પહેલી હિન્દી ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મ છે. આ ફિલ્મ છે અક્ષય કુમાર સાથેની 'ગોલ્ડ'. આ ફિલ્મને મિક્સ રિવ્યુ મળ્યા છે પણ બધાએ મૌનીની એક્ટિંગને એકસૂરે વખાણી છે. આ ફિલ્મ પછી મૌનીએ અયાન મુખરજીની 'બ્રહ્માસ્ત્ર' ટ્રાયોલોજી સાઈન કરી છે.
સલમાન ખાનના બનેવી આયુષ શર્માની 'લવ યાત્રી' આ વર્ષે રિલીઝ થઈ છે. આ ફિલ્મને ખાન પરિવારનો સંપૂર્ણ ટેકો હતો. આ ફિલ્મને સલમાને પ્રમોટ કરી હતી જ્યારે સલમા ખાને પ્રોડ્યુસ કરી હતી. અરબાઝ અને સોહેલે આ ફિલ્મમાં નાનકડો રોલ પણ કર્યો હતો. આ ફિલ્મ વારીના હુસૈનની પણ પહેલી ફિલ્મ હતી. 'લવયાત્રી'માં આયુષ અને વરીનાની નિર્દોષ કેમિસ્ટ્રીએ બધાના દિલ જીતી લીધા હતા.