Yearly Horoscope: મેષ રાશિના જાતકો માટે કેટલું શુભ છે નવું વર્ષ ? જાણવા વાંચો વાર્ષિક રાશિફળ

Wed, 30 Oct 2024-12:19 pm,

તા. ૧૪-૦૫-૨૦૨૫ થી  ગુરુ મિથુન રાશિમાં આવતા તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને રહે છે. જે  ભાઈ- બહેન  સાથે  મતભેદો ઊભા કરી શકે.  નાના મોટા પ્રવાસો કે નોકરી, ધંધા, ઘર સ્થળાંતરના યોગ બને છે. 

વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં  હોવાથી તમારા અગિયારમાં લાભસ્થાને ભ્રમણ કરે છે. જે આર્થિક  સુખમાં વધારો કરે.  વેપાર ધંધા   નોકરીમાં મોટા ધન લાભ આપે સમાજમાં માન આપે. દરેક કાર્યમાં સફળતા મળે.

તા. ૨૯-૦૩-૨૦૨૫ થી શનિ મીન રાશિમાં આવતા તમારી રાશિથી બારમાં વ્યય સ્થાનમાં આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાયે માથા પરથી પસાર થાય, જે શારીરિક,  માનસિક, આર્થિક તકલીફ ઊભી કરે. દરેક જગ્યા એ રુકાવટો લાવે. 

આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. વર્ષની શરૂઆતમાં દરેક જગ્યાએ લાભ રહે. ત્યારબાદ ૨૯ માર્ચથી શનિ  મીન રાશિમાં આવતા દામ્પત્યજીવનમાં અણબનાવ ઊભા કરી શકે. કૌટુંબિક કે આર્થિક તકલીફો આવે. પેટને લગતી નાની મોટી તકલીફો થઈ શકે છે. 

 

વિદ્યાર્થીઓ માટે આ વર્ષ  શરૂઆતમાં સારું મહેનત પ્રમાણે લાભ પણ થશે. માર્ચ ૨૦૨૫ થી મધ્યમ પસાર થાય, વિદ્યા પ્રાપ્તિમાં અવરોધો આવે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવાના પ્રયત્નમાં કઠિનાઈઓ આવે. જેથી વધુ મહેનત કરવી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link