ઉત્તર-પૂર્વથી ફુંકાતા પવનોથી ગુજરાતમાં લોકો ઠરી ગયા! હાડ થીજવતી ઠંડી અંગે અંબાલાલે શું કરી આગાહી?
ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. આગામી સાત દિવસ ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે. આ સાથે પાંચ દિવસ હવામાનમાં કોઈપણ ફેરફાર થવાની આગાહી કરવામાં નથી આવી. દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો નોંધાશે. જોકે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ઠંડી વધવાની સાથે વહેલી પરોઢે ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું. જેના કારણે રાજ્યના વિવિધ ધોરી માર્ગો પર સવારે 200 મીટર દૂરનું દૃશ્ય સ્પષ્ટ ન દેખાતા વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતવાસીઓએ 15 ફેબ્રુઆરી સુધી શિયાળાની ઠંડીનો એહસાસ કરવો પડશે. જેમ ગરમી અને ચોમાસું લાંબુ રહ્યું એ જ રીતે શિયાળો પણ લાંબો ચાલશે. ડિસેમ્બર 14થી 19 તારીખ સુધી તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી વધી શકે છે. 19 તારીખથી તાપમાનનો પારો ફરીથી ઘટશે અને ઠંડીનો અહેસાસ વધશે. બીજી તરફ આગામી 48 કલાકમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બરની વચ્ચે ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. દેશમાં ફરી એકવાર વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આવી ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. જોરદાર ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે. દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદ કહેર વર્તાવશે તેવું હવામાન વિભાગ નું રેડ એલર્ટ છે. ગુજરાત પર શુ આફત આવશે તે આગાહી જોઈ લઈએ.
ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે.
ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થઈ છે પરંતુ, જબરદસ્ત થઈ છે. છેલ્લા 5 દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે, સાવધાન રહેવાની હવે જરૂર છે.. જી હાં, ડિસેમ્બરનો આ મહિનો કાતિલ ઠંડીમાં પસાર કરવાના એંધાણ વર્તાય રહ્યા છે. ડિસેમ્બરના અંતમાં ખૂબ જ ઠંડી પડવાની આગાહી કરી છે તો બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરે છે. ઠંડી અને માવઠાનો કેવો રહેશે ગુજરાતમાં દૌર ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાંથી રાજ્યવાસીઓને રાહત મળે તેવી સંભાવના છે. આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 15 ફેબ્રુઆરી સુધી ઠંડીનું જોર યથવાત રહેશે.