Yoga Day 2019 : પાણીની સપાટી પર વર્ષોથી યોગાસન કરી રહ્યો છે આ વ્યક્તિ

Thu, 20 Jun 2019-4:56 pm,

હરેશ ચતુર્વેદીએ પોતાના બળે જળયોગ કરવાની ક્ષમતા મેળવી છે. તેઓ પાણીની સપાટી પર આરામથી વિવિધ પ્રકારના યોગાસનો કરે છે. હરેશ ચતુર્વેદી ધાર્મિક વ્યક્તિત્વ ધરાવે છે અને આધ્યાત્મમાં પણ અતુટ શ્રદ્ધા ધરાવે છે. તેમને થયું કે પાણીમાં યોગ કેમ ન કરી શકાય. પછી તો તેમણે જાતે જ પાણીમાં વિવિધ યોગાસન કરવા માટેની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં થોડી તકલીફ પડી, પરંતુ બે મહિનામાં જ તેમણે પાણીના અંદર યોગાસનો કરવામાં નિપુણતા મેળવી લીધી હતી. 

હરેશ ચતુર્વેદી દરરોજ બે કલાક સુધી વિવિધ પ્રકારના યોગાસોનો કરીને પોતાના શરીરને તંદુરસ્ત રાખે છે. તેઓ પાણીમાં યોગ કરવાની કળા શીખી લીધા પછી હવે પાણીની સપાટી પર કલાકો સુધી પ્રાણાયામ, પદ્માસન, બ્રહ્માસન, તાડકાસન, ગરૂણાસનની મુદ્રામાં ઊભા રહે છે અને બેસીને પણ યોગાસન કરે છે. 

હરેશ ચતુર્વેદી સતત 4 કલાક સુધી પાણીમાં યોગ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે, આ એક તપસ્યા છે, જેને શીખવા માટે યોગ અને તરતા આવડવું અનિવાર્ય છે. તેમણે કહ્યું કે, પાણીમાં યોગાસન કરવાનું જોખમ પણ છે, પરંતુ ઈષ્ટદેવની કૃપાના કારણે તેઓ આમ કરી શકે છે. 

પાણીમાં યોગ કરવાના ઘણા બધા ફાયદા છે. તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. આ પ્રકારના યોગાસન વ્યક્તિને માનસિક રોગની સાથે-સાથે હૃદયરોગ અને ફેફસાનાં રોગોથી પણ દૂર રાખે છે. હરેશ ચતુર્વેદીએ આગરાની એક ખાનગી શાળાના સ્વિમિંગપુલમાં પોતાની આ વિશેષ રીતે સિદ્ધ કરેલી કળાનું પ્રદર્શન કર્યું હતું. 

યોગ ગુરુ હરેશનું હવે માત્ર એક જસપનું છે કે, તેઓ પોતે જાતે મેળવેલી આ કળાને લોકોને પણ શીખવાડે. જેના માટે તેમને સરકારનો સાથ જરૂરી છે. તેઓ કહે છે કે, ઋષિમુનીઓની આ પરંપરાને આગળ વધારવા માટે નાણાકિય સહાયની જરૂર છે, જેથી રાષ્ટ્રીય સ્તરે લોકો જળયોગ વિશે જાણી શકે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link