ખુબ ચિંતા કે તણાવ મહેસૂસ કરતા હોવ તો આ 6 ટ્રિક્સ અજમાવો, પછી જુઓ પરિણામ

Thu, 30 Nov 2023-4:01 pm,

હાલમાં થયેલા એક રિસર્ચમુજબ માનસિક સ્વાસ્થ્યને સંતુલિત  રાખવામાં યોગ મોટી  ભૂમિકા ભજવે છે. ભારતમાં પ્રાચીન કાળથી યોગ લોકપ્રિય રહ્યો છે. વચ્ચે લોકો થોડા ભટકી ગયા હતા પરંતુ હવે ફરી આ દેસી તરીકો યાદ આવી ગયો છે. યોગ તરફ પાછા ફર્યા છે. 

યોગ કરવાથી અગણિત માનસિક અને શારીરિક લાભ થાય છે. મગજ શાંત રાખવા માટે તમે આગળ ઝૂકનારા આસન કરી શકો છો. આ મુદ્રાને ચક્રાસન કહે છે. તેને કરવાથી તમારું મન શાંત રહેશે. દિમાગના હિસ્સામાં પૂરતો ઓક્સીજન પહોંચે છે. 

તમારા શ્વાસ અને મન એક બીજા સાથે જોડાયેલા હોય છે. જ્યારે પણ તમે તણાવ કે ચિંતા મહેસૂસ કરો તો પ્રાણાયામ કરવા જોઈએ. તેનાથી શ્વાસને નિયંત્રિત કરાય છે અને તમારું મન શાંત થવા લાગે છે. 

તણાવથી મુક્તિ પામવી હોય તો મનની સ્થિતિને શાંત કરવી જરૂરી છે. જ્યારે પણ ચિંતા કે તણાવ મહેસૂસ થાયતો તમે ધ્યાન ધરવા બેસી જાઓ અને તમારી આજુબાજુના અવાજને કાને ન પડવા દો. આમ કરવાથી તમને આનંદની અનુભૂતિ થશે. અસંતુલિત અને તણાવની સ્થિતિથી નીકળીને શાંતિના વાતાવરણમાં આવશો. 

સાત્વિક ભોજનને હિન્દુ ધર્મમાં સૌથી ઉચ્ચ શ્રેણીનું ભોજન ગણવામાં આવ્યું છે. એવું માનવામાંઆવે છે કે સાત્વિક ભોજન ક રવાથી તમારા વિચાર અને મગજ બંને ખુબ સ્વચ્છ રહે છે.

અધોમુખ શ્વાનાસનમાં તમે એડિઓ પર બેસો છો અને ધીરે  ધીરે તમારા શરીરના ઉપરના ભાગને તમારી સામે સ્ટ્રેચ કરો છો. પછી તમારા હાથથી ફર્શ પર સ્પર્શવા માટે ઝૂકો છો. આમ કરવાથી સમગ્ર શરીરમાં લોહીનું ભ્રમણ સારી રીતે થાય છે. જેનાથી દિમાગ શાંત રહે છે. 

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link