Hair Fall Remedy: વાળને ખરતા અટકાવે છે આ યોગાસન, નિયમિત કરવાથી વાળ થાય છે કાળા અને લાંબા
ખરતા વાળ અને સફેદ થતા વાળ તમારી પણ ચિંતાનું કારણ હોય તો તેના માટે મોંઘા હેર કેર પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જરૂર નથી. કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવો વાળની સમસ્યાને દૂર કરવાનો કાયમી ઉપાય નથી. તેના બદલે તમે ઘરે જ કેટલાક યોગાસન કરીને વાળને લાંબા, કાળા બનાવી શકો છો અને સાથે જ ખરતા અટકાવી શકો છો.
શીર્ષાસનનો અભ્યાસ નિષ્ણાંતની દેખરેખમાં નિયમિત કરવાથી માથા સુધી રક્ત પ્રવાહ સુધરે છે અને જેના કારણે વાળનો ગ્રોથ પણ વધે છે. સાથે જ ખરતા વાળ અને સફેદ વાળની સમસ્યા પણ દૂર થવા લાગે છે. શીર્ષાસન કરવું મુશ્કેલ છે પરંતુ એક વખત જો તમે આ આસાન શીખી જશો તો તે વરદાન સમાન સાબિત થશે.
બાલાસનના અભ્યાસની પેટની સમસ્યાઓ અને સ્ટ્રેસથી મુક્તિ મળે છે. તેનાથી વાળનો ગ્રોથ પણ સારો થાય છે. આ યોગાસન કરવા માટે વજ્રાસનની મુદ્રામાં બેસી હાથને ઉપરની તરફ લઈ જાઓ અને ઊંડો શ્વાસ લેવો. ત્યાર પછી શ્વાસ છોડતી વખતે શરીરને આગળની તરફ ઝુકાવો.
જો તમારા વાળ સમય પહેલા જ સફેદ થવા લાગ્યા હોય અને રુક્ષ થઈ ગયા હોય તો ત્રિકોણાસનનો અભ્યાસ કરો. આ આસન કરવા માટે બંને પગને એકબીજાથી થોડા દૂર રાખો અને હાથને સીધા કરો. ત્યાર પછી પહેલા ડાબી અને પછી જમણી તરફ હાથને ઝુકાવો. આ પ્રક્રિયા બંને તરફ સમાન ગણનામાં કરવી.
નિયમિત રીતે આ યોગાસનનો અભ્યાસ કરવાથી વાળની સમસ્યા ઓછી થઈ જાય છે. કરવા માટે સીધા ઉભા રહો અને ઊંડો શ્વાસ લઈ બંને હાથને ઉપરની તરફ લઈ જાય અને શ્વાસ છોડો. ત્યાર પછી બંને હાથને જમીન તરફ લઈ જાઓ અને પગના અંગૂઠાને અડવાનો પ્રયત્ન કરો.