અમદાવાદની સંસ્કૃતિ જૈન અને તનિષ્કા નાયરે વગાડ્યો ડંકો! આ સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ

Wed, 14 Aug 2024-7:05 pm,

જ્યારે મીક્સ્ડ ડબલ્સમાં સંસ્કૃતિ જૈને સિલ્વર મેડલ મેળવ્યો છે. સેવી સ્પોર્ટ ક્લબની તનિષ્કા નાયરે મોહમદ અલી મીર સાથે મળીને U-17 મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતી. જ્યારે U-17 સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

આપને જણાવી દઇએ કે સંસ્કતિ જૈન અને તનિષ્કા નાયર અમદાવાદના પ્રતિષ્ઠિત સ્પોર્ટ ક્લબ સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબમાંથી કોચ રાજેશ યાદવ અને કોચ વિવેક રાવલ હેઠળ કોચિંગ લઇ રહ્યા છે.

મહત્વનું છે કે અમદાવાદના બ્લેક એન્ડ વન બેડમીન્ટન એકેડમીમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતું. જેમાં કુલ 600થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. 

ખેલાડીઓને જુદા જુદા જૂથોમાં U-15, U-17 કેટેગરીમાં સિંગલ બોયઝ, ડબલ્સ બોયઝ, સિંગલ ગર્લ્સ, ડબલ ગર્લ્સ અને મિક્સ ડબલ્સમાં વિભાજિત કરવામાં આવ્યાં છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link