PICS: આ 5 સુપર સ્ટાર્સનો પહેલો પગાર જાણીને દંગ રહી જશો, મળ્યા ફક્ત આટલા રૂપિયા

Tue, 25 Aug 2020-9:38 pm,

અમિતાભ બચ્ચન એક્ટિંગ કરવા માંગતા હતા, પરંતુ કોલેજ બાદ નોકરી કરવાનું દબાણ હતું, તો કલકત્તાની એક ફર્મ શો વોલેસમાં તક મળી તો ત્યાં જતા રહ્યા પછી બીજી શિપિંગ ફર્મ બર્ડ એન્ડ કંપનીમાં પણ જોબ કરી. પહેલી નોકરીમાં તેમને જે પહેલો પગાર જે મળ્યો હતો, તેમાં અમિતાભ બચ્ચનને 480 રૂપિયા મળતા હતા. જ્યારે 'પીકૂ'ની શૂટિંગ કરવા કલકત્તા પહોંચ્યા તો તેમણે પોતાના શરૂઆતી દિવસોની યાદોને પોતાના બ્લોગમાં તાજા કરી. તેમણે લખ્યું કે 480 રૂપિયામાંથી 350 તો બેડ અને લોજિંગમાં જતા રહેતા હતા, ખાવાનો ખર્ચ અલગથી આપવો પડતો હતો. તે દિવસોમાં તે વિક્ટોરિયા મેમોરિયલ પર 2 રૂપિયામાં પાણીપુરી ખાઇને પેટ ભરી લેતા હતા અને ઓફિસમાં બીજા દિવસે મળનાર ફ્રી લંચની રાહ જોતા હતા. તો બીજી તરફ થિયેટર સાથે જોડાઇ ગયા, અને પછી મૃણાલ સેનની મૂવી 'ભુવન સોમ'માં સૂત્રધાર તરીકે તેમના અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો. આ તો તેમની પહેલી સેલરી પરંતુ ફિલ્મોમાંથી તેઅમ્ની પહેલી કમાણી 5000 રૂપિયા હતી. જે તેમની પહેલી મૂવી માટે તેમને કરાર થયો હતો, તેનાથી મળ્યા હતા. 'સાત હિંદુસ્તાની' માટે તેમનો કરાર 5000 રૂપિયામાં થયો હતો. એટલે કે ફિલ્મ ભલે ગમે તેટલા દિવસોમાં બનીને તૈયાર થાય, ગમે તેટલા દિવસ શૂટિંગ થાય, પરંતુ તેમને 5000 રૂપિયા મળવાના હતા. 

શાહરૂખ ખાને ક્યાંય જોબ તો નથી કરી, પરંતુ તેમની પહેલી કમાણી વિશે જરૂર એકવાર તેમના ફેન્સને જણાવ્યું હતું. ઇન્ડિયા પૂછેગા સબસે શાના કૌન'ના ગ્રાંડ ફિનાલેમાં શાહરૂખે પોતાની પહેલી કમાણી વિશે જણાવ્યું હતું અને એકવાર ટ્વિટર પર પણ કેવી રીતે પંકજ ઉદાસના દિલ્હીમાં થનાર કંસર્ટમાં કામ કરવા માટે તેમને પચાસ રૂપિયા તે દિવસોમાં મળ્યા હતા. તે કંસર્ટમાં તેમનું કામ ટિકીટ લઇને આવેલા લોકોની ટિકીટ ચેક કરીને તેમને યોગ્ય સીટ સુધી પહોંચાડવાનું કામ હતું. તે પૈસા લઇને શાહરૂખ એટલા ઉત્સાહિત હતા કે તાત્કાલિક આગરા જવાનો પ્લાન બનાવી દીધો. જોકે શાહરૂખ ખાનને તાજમહેલ જોવાનું ખૂબ મન હતું, પોતાની કમાણી હાથમાં આવી તો તે તાત્કાલિક આગરા માટે નિકળી ગયા, પરત ફરતી વખતે રસ્તામાં ક્યાંક ગુલાબી લસ્સી પીધી અને તેના લીધે તે બિમાર પણ થઇ ગયા હતા. આજે શાહરૂખ ખાન કરોડો કમાઇને એટલા ખુશ નથી થતા, જેટલા તેમને તે પચાસ રૂપિયાની પહેલી કમાણી કરી હતી. 

અક્ષય કુમાર બેંકોકના રેસ્ટોરેન્ટમાં પહેલાં વેટરનું કામ મળ્યું હતું અને પછી શેફનું, પહેલી સેલરી તેમને 1500 રૂપિયા મળી હતી. પછી તેમને હીરો બનવાનું ભૂત સવાર થયું, ભારત આવ્યા, ફોટોગ્રાફર જય સેઠ સાથે કામ કર્યું, પોતાનો પોર્ટફોલિયો ઘણા સ્ટૂડીયોઝમાં આપ્યો. બાંદ્રા કોર્ટમાં પોતાનું નામ રાજીવ ભાટિયાથી બદલીને અક્ષય કુમાર કર્યું અને મોડલિંગ અસાઇમેન્ટ કરવા લાગ્યા. સ્ટૂડિયોઝના ચક્કર કાપવા લાગ્યા. આમિર ખાનની મૂવી 'જો જીતા વહી સિકંદર' માટે તેમને સ્ક્રીન ટેસ્ટ આપ્યો, રોલ હતો વિલનનો, તેમને રિજેક્ટ કરીને આ રોલ દીપક તિજોરીને આપવામાં આવ્યો. એક નાનકડો રોલ મહેશ ભટ્ટએ ફિલ્મ 'આજ'માં આપ્યો. કુમાર ગૌરવની આ મૂવીમાં પણ તે રોલ કાપી દેવામાં આવ્યો. તે દિવસે તે બેગ્લોરના એક મોડલિંગ અસાઇનમેન્ટ માટે ફ્લાઇટ પકડીને એરપોર્ટ જઇ રહ્યા હતા. તેમને નટરાજ સ્ટૂડિયોમાંથી એક પરિચિતનો ફોન આવ્યો કે આવી જાવ હીરો બનવું હોય તો પહેલાં તેમણે ટાળી દીધુ, મોંઘી ફ્લાઇટ છૂટી જાતી અને ફિલ્મ તો મળી રહી ન હતી. પછી પણ છેલ્લી ઘટીએ તેમણે ફ્લાઇટ છોડીને સ્ટૂડિયો જવાનો નિર્ણય કર્યો. પ્રમોદ ચક્રવર્તી સાથે મુલાકાત થઇ, તેમણે તાત્કાલિક અક્ષય કુમારને 3 ફિલ્મો માટે સાઇન કરી લીધા. અને ત્રણેય ચેક પણ આપ્યા, પહેલી ફિલ્મ માટે 5000 રૂપિયા, બીજી ફિલ્મ માટે 50,000 રૂપિયા અને ત્રીજી ફિલ્મ માટે 1,50,000 રૂપિયાનો ચેક. એટલે કે તેમની પહેલી ફિલ્મમાંથી પહેલી કમાણી ફક્ત પાંચ હજાર રૂપિયા હતી, જે 20-22 વર્ષ પહેલાં અમિતાભ બચ્ચનને તેમની પહેલી મૂવી માટે મળી હતી. 

મનોજ વાજપેયી બિહારથી દિલ્હી આવ્યા હતા, ત્રણવાર એનએસડીમાં નકારી કાઢવામાં આવ્યા હતા. એક સમય એવો આવ્યો હતો કે તેમના મિત્ર તેમની આસપાસ સુતા હતા ક્યાંક સુસાઇડ ન કરી લે. ભોજન માટે પણ પૈસા ન હતા. એવામાં બૈરી જોનને થિયેટરમાં આસિસ્ટ કરવા લાગ્યા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર તેમની પહેલી કમાણી 1200 રૂપિયા મહિને હતી. ત્યારબાદ એક દિવસ તેમને એક ખટારા સ્કૂટર પર શોધતા તિગ્માંશુ ધૂલિયા આવ્યા, તો તે એક ચાની દુકાન પર બેસ્યા હતા, શેખર કપૂરની 'બેન્ડિટ ક્વીન'માં કામ કરવાની ઓફર આપી, તે મુંબઇ નિકળી ગયા. ત્યારબાદ ફરી ફાંફા પડવા લાગ્યા, તો મહેશ ભટ્ટની એક ટીવી સિરિયલમાં એક રોલ મળી ગયો હતો, ત્યારબાદ તેમને 1500 રૂપિયા મહિને મળવા લાગ્યા હતા. 4 વર્ષના સંઘર્ષ બાદ તેમની પહેલી સ્થાઇ ઇનકમ હતી, જે ઘણા વર્ષ સુધી મળતી રહી. પરંતુ રામની 'સત્યા'એ તેમની જીંદગી બદલી દીધી.  

ધમેન્દ્ર પંજાબના એક ગામમાં રહેતા હતા અને એક સ્કૂલ ટીચરના પુત્ર હતા. તેમનું સપનું હતું ફિલ્મોમાં હીરો બનવાનું. અભ્યાસ ન કરતા હોવાથી તેમના પિતા તેમને ઘણીવાર ફટકારતા હતા, પરંતુ માની પરવાનગી લઇને કોઇપણ પ્રકારે ફિલ્મ ફેર ટેલેન્ટ હન્ટ માટે પોતાન ફોટોજ મોકલી દીધા અને ટેલેન્ટ હંટથી હિંદી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં આવનાર પહેલા સુપરસ્ટાર પણ બની ગયા. તેમની પહેલી મૂવી ધ અર્જુન હિંગોરાનીનએ, ફિલ્મનું નામ હતું 'દિલ ભી તેરા હમ ભી તેરે'. આ મૂવીમાં ધમેન્દ્ર સાથે તેમના જમાનાના મોટા સ્ટાર બલરાજ સાહની પણ હતા. હીરોઇન હતી કુમકુમ. આ મૂવી માટે ધમેન્દ્રને ફક્ત 51 રૂપિયા મળ્યા હતા. પરંતુ આ ફિલ્મ 1960માં રિલીઝ થઇ હતી. તેના 9 વર્ષ બાદ અમિતાભ બચ્ચનને પોતાની પ્રથમ ગિલ્મ માટે 5000 રૂપિયા મળ્યા જે આ રકમના મુકાબલે ઘણા વધુ હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link