ભૂલથી પણ Twitter પર કરશો નહી આ Mistake, હંમેશા માટે Account થઇ જશે Block

Wed, 03 Mar 2021-3:56 pm,

અમારી સહયોગી વેબસાઇટ zeebiz.com ના અનુસાર Twitter એ યૂઝર્સને કહ્યું છે કે કોરોના વેક્સીન (Corona Vaccine) પર સમજ્યા વિચાર્યા વિના કોમેન્ટ અથવા પોસ્ટ ન કરો. તમારી લાપરવાહીના કારણે આ સ્વાસ્થ સેવાઓ પર અસર પડી શકે છે. 

Twitter પર જાણકારી આપી છે કે જો કોઇપણ એપ યૂઝરે પ્લેટફોર્મમાં કોરોના વેક્સીન (Corona Vaccine) ને લઇને અફવા ફેલાવી તો તેનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. આ યૂઝર ફરીથી Twitter યૂઝ કરી શકશે નહી. 

માઇક્રોબ્લોગિંગ એપ Twitter એ સ્પષ્ટ કર્યું છે કે જો વેક્સીનનને લઇને કોઇ પહેલીવાર ભૂલ કરો છો તો તેને ચેતાવણી આપવામાં આવશે. બીજીવાર ભૂલ કરનારનું એકાઉન્ટ 12 કલાક માટે લોક કરી દેવામાં આવશે. વારંવાર અફવા ફેલાવનાર પર એકાઉન્ટ હંમેશા બંધ કરી દેવામાં આવશે. 

જાણકારી અનુસાર કોરોના વેક્સીન પર અફવા ફેલાવનાર લગભગ 8400 લોકોના Twitter એકાઉન્ટ બંધ થઇ ચૂક્યા છે. 

Twitter એ જણાવ્યું કે નવો નિયમ તમામ ભાષાઓ પર લાગૂ થશે . તેની શરૂઆત અંગ્રેજી ભાષામાં અફવા ફેલાવનારથી થશે. પછી તમામ ભાષાઓને આ નિયમ સાથે જોડવામાં આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link