શોર્ટ વીડિયોની દુનિયામાં YouTube ની એન્ટ્રી, લોન્ચ કર્યું ખાસ ફીચર
YouTube Shorts નો યૂઝ કરવા માટે કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. પરંતુ આ તે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. માત્ર તમારે પ્લે સ્ટોર કે એપલ સ્ટોરથી યૂટ્યૂબ એપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવું પડશે.
કંપની અનુસાર, યૂટ્યૂબ શોર્ટસ પર બે પ્રકારના વીડિયો અપલોડ કરી શકાય છે. પ્રથમ કેમેરા ટૂલ્સનો ઉપયોગ કરી 15 સેકેન્ડનો વીડિયો બનાવી શેર કરવાનો છે. જ્યારે બીજો 60 સેકેન્ડ સુધીનો વર્ટિકલ વીડિયો અપલોડ કરી તેને ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનમાં #Shorts લખવાનું છે.
યૂઝર્સ વીડિયો અપલોડ કર્યા બાદ તેને હોમ પેજ પર બનેલા શોર્ટસ વીડિયો શેલ્ફમાં જોઈ શકશે. આ યૂટ્યૂબ એપમાં અને ઘણા સ્થાનો પર દેખાશે. પરંતુ તેવામાં સવાલ ઉઠે છે કે તેવામાં કઈ રીતે માહિતી મળશે કે આપણે શોર્ટ્સ કેમેરા અપડેટ મળ્યું છે કે નહીં? તે માટે યૂટ્યૂબઓપન કરો. ત્યારબાદ '+' આઇકન દબાવો, જો તમને શોર્ટ વીડિયો બનાવો દેખાય છે તો તેનો મતલબ છે કે તમારી પાસે શોર્ટસ કેમેરાનું એક્સેસ છે બાકી નહીં.
રિપોર્ટ અનુસાર આજે આશરે 60 કરોડ ભારતીયોની પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે અને તેમાં યૂટ્યૂબ ઇન-બિલ્ટ છે. આ આંકડા સતત વધી રહ્યાં છે. તે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી વર્ષ સુધી આ આંકડો 75 કરોડને પાર થઈ શકે છે. એટલે જોવામાં આવે તો યૂટ્યૂબ યૂઝર્સ ઇન્સ્ટાગ્રામના 10 કરોડ એક્ટિવ યૂઝર્સથી ઘણા વધારે છે. તમે તેનાથી યૂટ્યૂબની માર્કેટ પોઝિશન અને બિઝનેસનો અંદાજ લગાવી શકો છો.