યુવરાજનો આ આલીશાન એપાર્ટમેન્ટ કોહલીના ઘર કરતાં છે બમણો મોંઘો, Inside Photos

Mon, 22 Aug 2022-11:03 pm,

યુવરાજ સિંહ મુંબઇમાં મોંઘા એપાર્ટમેન્ટના મામલે ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) કરતાં પણ આગળ છે. 

યુવરાજ સિંહ (Yuvraj Singh) દેશના અમીર ક્રિકેટરોની યાદીમાં સામેલ છે. યુવરાજ સિંહ પોતાની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ હેજલ કીચ સાથે મુંબઇના વર્લીમાં સ્થિત ઓમકાર 1973 ટાવર્સમાં રહે છે. 

એક ન્યૂઝ મેગેજીનના અનુસાર યુવરાજ સિંહે આ શાનદાર એપાર્ટમેન્ટ વર્ષ 2013 માં 64 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. યુવરાજ સિંહના ઘરમાં શાનદાર લિવિંગ રૂમ, વર્લ્ડ ક્લાસ મોનોક્રોમ કિચન અને રહેવા માટે સુંદર રૂમ છે. જ્યારે વિરાટ કોહલી પાસે મુંબઇના વર્લીમાં એક ફ્લેટ છે. 

આ ફ્લેટને વિરાટ-અનુષ્કાએ પોતાના લગ્ન પહેલા6 2016 માં ખરીદ્યો હતો. 7,171 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ એપાર્ટમેન્ટ ઓમકાર 1973ના 35મા ફ્લોર પર છે. આ એપાર્ટમેન્ટમાંથી મુંબઇ શેર અને અરબ સાગર સ્પષ્ટ દેખાય છે. તેની કિંમત લગભગ 34 કરોડ રૂપિયા છે. 

યુવરાજ સિંહ અને હેજલ કીચે નવેમ્બર 2016 માં લગ્ન કર્યા હતા. આ કપલ 29મા માળે 16,000 વર્ગફૂટના શાનદાર એપાર્ટમેન્ટમાં રહે છે. એપાર્ટમેન્ટમાંથી અરબ સાગરનું સુંદર દ્રશ્ય દેખાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link