હેરિટેજ રથયાત્રામાં `ઝી 24 કલાક`નો ટેબ્લો પણ સામેલ, કુલ 101 ટ્રકો, 17 હાથી, PHOTOS

Sat, 14 Jul 2018-9:09 am,

સૌથી પહેલાં ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો અને પછી ભગવાન નીજરથમાં બિરાજ્યા હતા અને રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો હતો. ટ્રકોમાં ઝી 24 કલાકનો પણ એક ટેબ્લો સામેલ છે.

અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના માનમાં શનિવારે નિકળનારી 141મી રથયાત્રાની થીમ હેરિટજ રખાઈ છે અને  ગુજરાતી-કાઠિયાવાડી થીમ પર  ડેકોરેશન કરવામાં આવ્યું છે. 

રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે. 

આ વખતે રથયાત્રામાં કુલ 101 ટ્રકો, 17 હાથી સામેલ છે. ખાસ વાત એ છે કે આ વખતે ઝી 24 કલાકનો ટેબ્લો પણ સામેલ છે. જે ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયો છે. 

ટ્રકો મોડી પડતા રથયાત્રા પણ મોડી પડતી હોય છે જેના કારણે આ વખતે એક ખાસ આયોજન કરાયું છે. 

વહેલી પહોંચનારી પ્રથમ 30 ટ્રકોને 3 લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link