PHOTO: ભારતની મહિલા સ્ટાર પ્લેયર્સ ઝી ન્યૂઝ ફેરપ્લે એવોર્ડસથી સન્માનિત
આ સમારોહમાં ઝી મીડિયા કોર્પોરેશન લિમિટેડ (ZMCL)ના એમડી અશોક વેંકટરમણિએ વેલકમ સ્પીચ આપી હતી.
ઝી ન્યૂઝ ફેરપ્લે એવોર્ડમાં ભારતની ટેબલ ટેનિસ પ્લેયર મણિકા બત્રાને સન્માનિત કરાઈ હતી. મણિકાની ગેરહાજરીમાં તેમની માતાએ ZMCLના સીઓઓ રાજીવ સિંહના હાથે સન્માન મેળવ્યું હતું.
2018 કોમનવેલ્થ ગેમ્સમાં સ્વર્ણ અને રજત ચંદ્રક જીતનાર હીના સિદ્ધુને પણ આ સમારોહમાં સન્માનિત કરાઈ હતી. તેના પતિ રોનક પંડિતે તેમની તરફથી પુરસ્કાર સ્વીકાર્યો હતો.
એશિયન ગેમ્સમાં સતત પાંચમો સુવર્ણ પદક જીતનાર ભારતીય 4x400 મીટર મહિલા રિલે ટીમને પણ સન્માનિત કરવામાં આવી હતી.
ઝી ન્યૂઝ ફેરપ્લે એવોર્ડમાં શૂટર અંજુમ મોદગિલને પણ સન્માનિત કરવામાં આવી હતી.
કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ અને એશિયાડ મેડલિસ્ટ મણિકા બત્રાને પણ આ મંચ પર એવોર્ડથી નવાજવામાં આવી હતી.
ભારતની સ્ટાર શૂટર રાહી સરનબોતેને પણ સન્માનિત કરાઈ હતી.
આ મંચ પર સીડબલ્યુજી અને યૂથ ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મનુ ભાકરને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
એશિયન સિલ્વર મેડલિસ્ટ દુતીચંદને પણ ઝી ન્યૂઝ ફેરપ્લે એવોર્ડથી સન્માનિત કરાઈ હતી.
એવોર્ડ સમારોહમાં ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર અશ્વિની પોનપ્પાને પણ સન્માનિત કરાઈ હતી.