Zeenat Aman: આ અભિનેત્રી 71 વર્ષે પણ લાગે છે એકદમ ગ્લેમરસ, Photos જોઈને દંગ રહી જશો
પોતાના જમાનાની દિગ્ગજ અભિનેત્રી ઝીન્નત અમાન જે છેલ્લે પીરિયડ ફિલ્મ પાનીપત (2019)માં જોવા મળ્યા હતા. તેમણે શનિવારે પોતાનું ઈન્સ્ટાગ્રામ ડેબ્યુ કર્યું. તેમણે 1970ના દાયકામાં 'સેટ પર એકમાત્ર મહિલા' હોવા અંગે પોતાના વિચાર પણ શેર કર્યા અને હવે તેમને ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી વધુમાં વધુ યુવા મહિલાઓ સાથે જોડાવવાની પણ આશા છે.
ઝીન્નત અમાન ઈન્સ્ટાગ્રામ સાથે જોડનારા નવા ભારતીય હસ્તી છે. દિગ્ગજ અભિનેત્રી ઝીન્નત અમાન શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયા, તેમણે એક યુવા મહિલા ફોટોગ્રાફર દ્વારા લેવાયેલી કેટલીક પોતાની લેટેસ્ટ તસવીરો પણ શેર કરી. પૂર્વ બ્યૂટી ક્વીને ખુલાસો કર્યો કે 1970ના દાયકામાં તેઓ ઘણીવાર સેટ પર એકમાત્ર મહિલા હતા. તેમણે કહ્યું કે તેઓ આજે ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારી વધુ યુવા મહિલાઓ સાથે જોડાવવાની આશા ધરાવે છે.
ઝીન્નત અમાને શનિવારે પોતાના ઘરમાં કેઝ્યૂઅલ કપડાંમાં પોતાની એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે 'હસતા એ જગ્યા પર જ્યાં જિંદગી મને લઈ જાય છે. હેલો કેમ, ઈન્ટાગ્રામ'. તેમણે પોતાના કેપ્શનમાં એક પિંક ફૂલવાળી ઈમોજી પણ જોડી. એક ઈન્સ્ટાગ્રામ યૂઝરે કમેન્ટ કરી કે આ ફક્ત એક ઝીન્નત અમાન નથી, તેઓ જીન્નત અમાન છે. એક ફેને ઈન્સ્ટાગ્રામ પર તેમનું સ્વાગત કર્યું. એક યૂઝરે લખ્યું કે ખુબ ખુબ ઉષ્માભર્યું સ્વાગત. તમે અમારામાંથી ઘણામાંથી ચૂકી ગયા છે.
શનિવારે પોતાની બીજી પોસ્ટ માટે ઝીન્નત અમાને એક ક્લોઝઅપ તસવીર શેર કરી. 70ના દાયકામાં ફિલ્મ અને ફેશન ઈન્ડસ્ટ્રી સમગ્ર રીતે પુરુષ પ્રધાન હતી અને હું મોટાભાગે સેટ પર એકલી મહિલા રહેતી હતી. મારી કરિયરમાં હું અનેક પ્રતિભાશાળી પુરુષો સાથે જોવા મલી. એક મહિલાની નજર જો કે અલગ હોય છે.
તેમણે કહ્યું કે તસવીરોની આ સિરીઝને મારા ઘરના આરામમાં યુવા ફોટોગ્રાફર @tanyyaa.a_ એ શૂટ કરી છે. ન રોશની, ન મેકઅપ આર્ટિસ્ટ, ન હેરડ્રેસર, ન સ્ટાઈલિસ્ટ, ન આસિસ્ટન્ટ. બસ સાથે છે એક પ્યારી બપોર.
વધુમાં તેમણે કહ્યું કે આજે લેન્સની બંને બાજુ આટલી સારી યુવતીઓને કામ કરતા જોવી એ ખુબ આનંદની વાત છે. હું ઈન્સ્ટાગ્રામ પર આવી અનેક પ્રતિભાઓની શોધ કરવા માટે ઉત્સુક છું.
ઝીન્નત અમાનના ઈન્સ્ટાગ્રામ પર આવતા જ ફેન્સ ઝૂમી ઉઠ્યા છે. તરત જ 10 હજારથી વધુ ફોલોઅર્સ પણ થઈ ગયા છે. એ વાતથી સ્પષ્ટ છે કે તેમના ફેનફોલોઈંગમાં કોઈ કમી નથી આવી.
ઝીન્નત અમાનની કરિયરની વાત કરીએ તો તેમણે કરિયરની શરૂઆત વર્ષ 1970માં આવેલી ફિલ્મ ધ એવિલ વિદિનથી કરી હતી અને આ ઉપરાંત તેમણે હલચલ, હરે રામા હરે કૃષ્ણ, યાદો કી બારાત, હમ કિસી સે કમ નહીં, સત્યમ શિવમ સુંદરમ, કુરબાની, લાવારિસ, હમ સૈ હૈ જમાના જેવી ફિલ્મોમાં પોતાનો જાદુ ચલાવ્યો.
ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ' માં અભિનેત્રીએ પોતાના બોલ્ડ સીનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હંગામો મચાવ્યો હતો. આ ફિલ્મમાં એક ગીતમાં અભિનેત્રીએ સાડી પહેરીને વચ્ચોવચ બેઠેલી જોવા મળી હતી જે લોકોએ ઘણો પસંદ કર્યો હતો.