Zodiac Sign: આ 5 રાશિના જાતકોને આવે છે ભયંકર ગુસ્સો, જલ્દી થઈ જાય છે ક્રોધિત

Tue, 12 Sep 2023-4:00 pm,

મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. આ રાશિના જાતકો ક્રોધ અને જિદ્દી સ્વભાવના હોય છે. જો તે જલ્દી નારાજ થઈ જાય તો કોઈ આશ્ચર્યની વાત ન હોવી જોઈએ કારણ કે આ રાશિના જાતક અપમાન સહન કરી શકતા નથી. તેનો ગુસ્સો થોડા સમય માટે રહે છે. 

સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે. આ રાશિના જાતકોના આત્મવિશ્વાસ અને જુસ્સામાં કમી હોતી નથી, પરંતુ તે પોતાના સ્વાભિમાનને પ્રાથમિકતા આપે છે. તેનો ઇગો ટકરાવાથી તે નારાજ થઈ જાય છે. તે ખુબ ડ્રામેટિક રીતે નારાજગી દેખાડે છે. પરંતુ સિંહ રાશિના જાતક જલ્દી માફ કરી દે છે અને વસ્તુને ભૂલી જાય છે. 

વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ પ્લૂટો છે. તે પોતાના ભાવનાઓના ઊંડાણ માટે જાણીતા છે. વૃશ્ચિક રાશિના જાતક ખુબ શાંત હોય છે, પરંતુ જ્યારે તેને કોઈ ઈશ્કેરવાનો પ્રયાસ કરે છે તો તે પોતાનો મગજ ગુમાવે છે. વૃશ્ચિક રાશિના જાતક જલ્દી વાતોને ભૂલી શકતા નથી. જો તમે તમારા જીવનમાં શાંતિ ઈચ્છો છો તો વૃશ્ચિક રાશિના જાતકો સાથે ઝગડો ન કરો. 

વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. તે કંફર્ટ અને સિક્યોરિટીને મહત્વ આપે છે. વૃષભ રાશિના જાતક સામાન્ય રીતે શાંત અને વિનમ્ર સ્વભાવના હોય છે, પરંતુ જ્યારે તેને કોઈ બેવકૂફ બનાવવાનો પ્રયાસ કરે છે તો તે ગુસ્સા પર કાબૂ રાખી શકતા નથી. તેનો ગુસ્સો ધીમે-ધીમે બહાર આવે છે પરંતુ લાંબા સમય સુધી રહે છે. 

મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. તેને અનુશાસન અને જવાબદારીનો ગ્રહ માનવામાં આવે છે. મકર રાશિના જાતક ખુબ મહત્વકાંક્ષી અને સફળતા મેળવવા માટે ખુબ મહેનત કરે છે. મકર રાશિના જાતકો નિષ્ફળતા મળવા પર ઉદાસ થઈ જાય છે અને ક્રોધને કારણે બીજાની ટીકા કરે છે. પરંતુ ખુદમાં સુધાર લાવવા માટે નિરાશ થવાથી બચો. 

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય છે અને સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link