Extra Marital Affairs: લવ મેરેજ કરનાર પતિ પરસ્ત્રીના પ્રેમમાં કેમ પડે ? પુરુષોના અફેર પાછળ આ 3 કારણ જવાબદાર
Extra Marital Affairs: યુવક લવ મેરેજ કરવા માટે પરિવારના લોકો સાથે પણ સંબંધ ખરાબ કરી લે છે. પરંતુ લવ મેરેજ પછી અચાનક પતિ-પત્નીના જીવનમાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થઈ જાય છે. એક સર્વે અનુસાર સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો વધારે અફેર કરતા હોય છે. પ્રશ્ન એ થાય કે પુરુષે જ્યારે પહેલી વખત પોતાની પસંદગીની યુવતી સાથે લગ્ન કર્યા હોય તો પછી ફરીથી તેને અન્ય કોઈ કેવી રીતે પસંદ આવી શકે ?
Extra Marital Affairs: દરેક વ્યક્તિ પોતાની પસંદના વ્યક્તિ સાથે જ જીવન પસાર કરવા માંગે છે. આજના સમયમાં તો યુવક-યુવતી પોતાની રીતે જ જીવનસાથી પસંદ કરે છે. મોટાભાગે યુવકો પોતાની ગર્લફ્રેન્ડ કે પોતાની પસંદની યુવતી સાથે જ લગ્ન કરતા હોય છે. તેની પાછળનું કારણ એ હોય છે કે તેઓ વિચારે છે કે જેને તે પહેલાથી જાણતા હોય તેની સાથે જીવન પસાર કરવામાં સમસ્યાઓ ઓછી મળશે. કેટલાક લોકો તો લવ મેરેજ કરવા માટે પરિવારના લોકો સાથે પણ સંબંધ ખરાબ કરી લેતા હોય છે. લવ મેરેજ પછી થોડા સમય તો બધું જ બરાબર ચાલે છે પરંતુ પછી અચાનક પતિ-પત્નીના જીવનમાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થઈ જાય છે. લવ મેરેજ કર્યા પછી પણ જ્યારે લગ્નજીવનમાં દગો મળે ત્યારે સૌથી મોટો અફસોસ થાય છે. લવ મેરેજ કર્યા પછી પણ પુરુષો જ્યારે પરસ્ત્રીના પ્રેમમાં પડે છે તો એક્સ્ટ્રા મેરિટલ અફેર શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો: આ 4 જગ્યાએ પરિણીત લોકોનું લફરું શરુ થવાની શક્યતા સૌથી વધુ, નજર સામે થઈ જાય બધું...
આ સ્થિતિમાં પ્રશ્ન એ થાય કે પુરુષે જ્યારે પહેલી વખત પોતાની પસંદગીની યુવતી સાથે કે પોતાની ગર્લફ્રેન્ડ સાથે જ લગ્ન કર્યા હોય તો પછી ફરીથી તેને અન્ય કોઈ કેવી રીતે પસંદ આવી શકે અને તેના જીવનમાં પરસ્ત્રીની એન્ટ્રી કેવી રીતે થાય ? એક સર્વે અનુસાર સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો વધારે અફેર કરતા હોય છે. પોતાની પસંદ અનુસાર લગ્ન કર્યા પછી પણ પુરુષ નાખુશ હોય તો એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે છે. આજે તમને એવા કારણ વિશે જણાવીએ જેના કારણે પુરુષો એક્સ્ટ્રા મેરિટલ અફેર કરવામાં અચકાતા નથી.
પ્રેશરમાં લગ્ન કરેલા હોય
આ પણ વાંચો: Chanakya Niti: પતિએ લગ્ન પછી ખુશ રહેવું હોય તો પત્નીથી હંમેશા છુપાવી રાખવી આ 4 વાતો
જો તમને એવું લાગતું હોય કે ફક્ત અરેન્જ મેરેજ જ પરિવારના પ્રેશરમાં કરવામાં આવે છે તો આવું નથી. ઘણી વખત રિલેશનશિપમાં પાર્ટનરના પ્રેશરના કારણે પણ લવ મેરેજ કરવા પડતા હોય છે. આ રીતે જ્યારે એક વ્યક્તિ પોતાની મરજી વિના લગ્ન કરે છે તો લગ્નની જવાબદારીઓના કારણે તે પરેશાન થઈ જાય છે. કારણ કે મેન્ટલી તો લગ્ન માટે અને જવાબદારી માટે તૈયાર જ હોતો નથી. આવી સ્થિતિમાં પુરુષ લગ્નથી કંટાળીને એક્સ્ટ્રા મેરિટલ અફેર તરફ વળી જાય છે.
આ પણ વાંચો: Stress: વધારે પડતી ચિંતા કરવાની આદત સંબંધ ખરાબ કરે તે પહેલા આ રીતે મેનેજ કરો સ્ટ્રેસ
પરિવારમાં લડાઈ ઝઘડા
દરેક પતિ-પત્ની વચ્ચે લડાઈ ઝઘડા થતા જ હોય છે આ એક સ્વાભાવિક વાત છે. ખાસ તો લડાઈમાં પુરુષ પત્ની અને પરિવારની વચ્ચે પીસાતો હોય છે. લવ મેરેજમાં આ સ્થિતિ વધારે ખરાબ બની જતી હોય છે. ઘણી વખત આ પ્રકારના પારિવારિક ઝઘડા પણ એક્સ્ટ્રા મેરિટલ અફેરનું કારણ બને છે.
આ પણ વાંચો: કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તો આવું રાખવું વર્તન, નહીં તો બની જશો અણગમતા મહેમાન
કંટાળાનો અનુભવ
લગ્ન પછી થોડા સમયમાં સંબંધો બોરિંગ થઈ જાય છે. સંબંધોમાં કંઈપણ નવું રહેતું નથી અને એક રૂટીન બની જાય છે. પતિ-પત્નીને એકબીજાને જાણવાની જરૂર પણ રહેતી નથી. આવી સ્થિતિમાં પુરુષોને રોમાંચનો અભાવ અનુભવાય છે જેના કારણે તે અન્ય વ્યક્તિ તરફ ઝડપથી આકર્ષિત થઈ જાય છે જ્યાં તેને રોમાંચનો અનુભવ થતો હોય.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)