Extra Marital Affair: આ 4 જગ્યાએ પરિણીત લોકોનું લફરું શરુ થવાની શક્યતા સૌથી વધુ, નજર સામે થઈ જાય બધું પણ કોઈને ખબર ન પડે
Extra Marital Affair: એક્સ્ટ્રા મેરિટલ અફેર હસતા રમતા ઘરને બરબાદ કરી શકે છે. પરંતુ આવા અફેર શરૂ ક્યાંથી થાય છે તે તમે વિચાર્યું છે ? આજે તમને એવી ચાર જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં પરિણીત લોકોના પણ ઝડપથી અફેર શરૂ થઈ જાય છે. કેટલીક જગ્યા તો એવી હોય છે જ્યાં પતિ પત્ની સાથે પણ હોય તો પણ ત્રીજી વ્યક્તિ તેમની વચ્ચે આવી શકે છે.
Extra Marital Affair: લગ્ન એક પવિત્ર બંધન હોય છે. જેમાં બે વ્યક્તિ જ્યારે બંધાય છે તો તેમણે એકબીજાનો સાથ જીવનભર આપવાનો હોય છે અને એકબીજા પ્રત્યે વફાદારી રાખવાની હોય છે. પરંતુ આજના સમયમાં પતિ-પત્ની વચ્ચે ત્રીજા વ્યક્તિની એન્ટ્રી ક્યારે થઈ જાય તે કંઈ કહી શકાતું નથી. આજના સમયમાં કપલ વચ્ચે 'વો' ઝડપથી આવી જાય છે. આજના સમયમાં જ્યાં એવા કપલ હોય છે જે પોતાના જીવનસાથી પ્રત્યે વફાદાર હોય છે. ત્યાં એવા લોકો પણ મોટા પ્રમાણમાં હોય જે પરિણીત હોય છતાં પણ અન્ય વ્યક્તિ સાથે તેના સંબંધ હોય.
આ પણ વાંચો: Stress: વધારે પડતી ચિંતા કરવાની આદત સંબંધ ખરાબ કરે તે પહેલા આ રીતે મેનેજ કરો સ્ટ્રેસ
લગ્નમાં ચીટીંગ કરવા પાછળ લોકો અલગ અલગ કારણોને જવાબદાર ફેરવે છે. એક સર્વે અનુસાર ઘરેલુ હિંસા, કોમ્યુનિકેશન ગેપ, અટેન્શન ન મળવું, બાળકોની જવાબદારી, શારીરિક અસંતોષ, લાગણીનો અભાવ, નાની ઉંમરમાં લગ્ન થઈ જવા સહિતના પરિબળોના કારણે વ્યક્તિ એક્સ્ટ્રા મેટલ અફેર તરફ આકર્ષિત થઈ જાય છે.
આ પણ વાંચો: કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તો આવું રાખવું વર્તન, નહીં તો બની જશો અણગમતા મહેમાન
એક્સ્ટ્રા મેરિટલ અફેર હસતા રમતા ઘરને બરબાદ કરી શકે છે. પરંતુ આવા અફેર શરૂ ક્યાંથી થાય છે તે તમે વિચાર્યું છે ? આજે તમને એવી ચાર જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં પરિણીત લોકોના પણ ઝડપથી અફેર શરૂ થઈ જાય છે. કેટલીક જગ્યા તો એવી હોય છે જ્યાં પતિ પત્ની સાથે પણ હોય તો પણ ત્રીજી વ્યક્તિ તેમની વચ્ચે આવી શકે છે.
આ પણ વાંચો: આ 4 વાતો પતિ-પત્નીના સંબંધોમાં વધારે છે અંતર, ચોથી ભુલ તો ક્યારેય ન કરવી
ઓફિસ
એક્સ્ટ્રા મેરિટલ અફેર શરૂ થતું હોય તેવી જગ્યામાં ઓફિસ સૌથી પહેલા આવે છે. એક સર્વેમાં સામે આવ્યું હતું કે ઓફિસમાં અફેર શરૂ થવાની સંભાવના સૌથી વધુ હોય છે. કારણકે ઓફિસમાં કલાકો સુધી લોકો એકબીજાની સાથે રહે છે અને અલગ અલગ સ્વભાવના લોકોને મળતા હોય છે આવી સ્થિતિમાં તેઓ અન્ય તરફ ઝડપથી આકર્ષિત થઈ શકે છે.
જીમ
વર્કઆઉટ દરમિયાન પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર શરૂ થઈ શકે છે. જોકે આ મામલામાં પુરુષો કરતાં મહિલાઓ આગળ હોય છે. જીમ કરતી વખતે મહિલાઓના એક્સ્ટ્રા મેરિટલ અફેર શરૂ થઈ શકે તેની સંભાવના વધારે હોય છે કારણ કે જીમમાં એક્સરસાઇઝ કરતાં લોકો પ્રત્યે તે ઝડપથી આકર્ષિત થઈ શકે છે અને ભાવનાત્મક રીતે જોડાઈ પણ જાય છે.
આ પણ વાંચો: Relationship Tips: સાવ નજીકનું માણસ હોય તો પણ આ બાબતો પર ન ટોકવા ક્યારેય
સોશિયલ મીડિયા
સોશિયલ મીડિયા એક્સ્ટ્રા મેરિટલ અફેર શરૂ થવાનું સૌથી મોટું માધ્યમ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો એકબીજાની નજીક આવે છે. કેટલીક વખત લોકો પોતાના એક્સ સાથે પણ ફરીથી સંપર્કમાં આવી જાય છે અને તેમની વચ્ચે અફેર શરૂ થઈ જાય છે.
આ પણ વાંચો: Unhappy Marriage: લગ્નજીવન આ સ્થિતિ સુધી પહોંચી ગયું હોય તો અલગ થઈ જવામાં જ હોય ભલાઈ
પાર્ટીઓ
સાંભળવામાં વિચિત્ર લાગશે. પરંતુ કેટલાક અફેર પાર્ટી પછી શરૂ થાય છે. આ પાર્ટી ઓફિસની પણ હોઈ શકે છે અને ફેમિલી ફંક્શન પણ હોઈ શકે છે. આ પ્રકારના ફંકશનમાં જ્યારે કોઈ ગમતી વ્યક્તિ નજીક આવી જાય તો પછી સંબંધો વિકસિત થવા લાગે છે. ફેમિલી ફંક્શનમાં તો પરિવારના સભ્યો પણ હાજર હોય છે તેમ છતાં સામાન્ય મુલાકાત પણ અફેરમાં પરિવર્તિત થઈ શકે છે. દાખલા તરીકે અરમાન મલિક અને કૃતિકા. બંને પહેલીવાર અરમાન મલિકના દીકરાની પાર્ટીમાં જ મળ્યા અને પછી અરમાન મલિક અને પાયલની બેસ્ટ ફ્રેન્ડ કૃતિકા વચ્ચે અફેર શરુ થઈ ગયું અને બંનેએ લગ્ન પણ કરી લીધા.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)