Extra Marital Affairs: પરિણીત લોકોનું લફરું સૌથી વધુ આ 4 જગ્યાએથી શરુ થાય, પાર્ટનરને આ જગ્યા ગમતી હોય તો ધ્યાન રાખવું
Extra Marital Affairs: શું તમે ક્યારેય વિચાર્યું છે કે એવી કઈ પરિસ્થિતિ હોય કે જેમાં પરિણીત લોકોના અફેર શરુ થઈ જતા હોય છે? આજે તમને જણાવીએ એવી 4 જગ્યાઓ વિશે જ્યાં પરિણીત વ્યક્તિનું અફેર શરુ થઈ જાય તેવી પરિસ્થિતિ વારંવાર સર્જાતી હોય છે.
Extra Marital Affairs: કહેવાય છે કે લગ્ન પવિત્ર સંબંધ છે અને લગ્નના બંધનમાં બંધાતા બે લોકો આજીવન એકબીજાના થઈને રહે છે. બે લોકો એકબીજા પ્રત્યે ઈમાનદાર રહેવાનું વચન પણ આપે છે. પરંતુ ભારત સહિત દુનિયાભરમાં ઘણા કેસ એવા સામે આવે છે જેમાં લગ્નેતર સંબંધોના કારણે લગ્નજીવન તુટ્યા હોય અથવા તો પાર્ટનરનો વિશ્વાસ તુટ્યો હોય. ઘણા લોકો એવા હોય છે જેઓ પોતાના લગ્નજીવનથી ખુશ હોય છે અને અચાનક તેમની લાઈફમાં અજાણી વ્યક્તિ આવી જાય છે અને તેની સાથે તેઓ સંબંધ રાખે છે.
આ પણ વાંચો:આ દેશમાં યુવતીઓ ઘર અને વસ્તુની જેમ બોયફ્રેન્ડને રાખે ભાડે, કારણ જાણીને આશ્ચર્ય થશે
લોકો પરિણીત હોવા છતા અન્ય સાથે સંબંધ બનાવે છે જેના માટે અલગ અલગ કારણોને જવાબદાર ગણાવે છે. જેમકે વાતચીતનો અભાવ, પ્રેમનો અભાવ, જવાબદારી, શારીરિક સુખનો અભાવ, ઘરેલુ હિંસા, નાની વયમાં લગ્ન વગેરે. આ પ્રકારના કારણોને લઈ લોકો એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અફેર કરનાર પરિણીત વ્યક્તિના જીવનમાં અન્ય વ્યક્તિ આવે કઈ રીતે ? એટલે કે એવી કઈ પરિસ્થિતિ હોય કે જેમાં અફેર શરુ થઈ જતા હોય છે. આજે તમને જણાવીએ એવી 4 જગ્યાઓ વિશે જ્યાં પરિણીત વ્યક્તિનું અફેર શરુ થઈ જાય તેવી પરિસ્થિતિ સરળતાથી સર્જાતી હોય છે.
આ પણ વાંચો: સૌથી વધારે જરૂરી છે પોતાની જાત સાથેનો સંબંધ, સેલ્ફ લવથી દેખાશે આ 4 પોઝિટિવ ફેરફાર
ઓફિસ
મોટાભાગના કિસ્સામાં એક્સ્ટ્રા મેરિટલ અફેર થવાની શરૂઆત ઓફિસમાં જ થાય છે. તેનું સૌથી મોટું કારણ એવું છે કે લોકો દિવસનો મોટાભાગનો સમય ઓફિસમાં પસાર કરે છે. કલાકો સુધી તેઓ રોજ ઓફિસમાં સાથે કામ કરતા કર્મચારીઓની નજીક રહે છે. આવી સ્થિતિમાં લગ્ન જીવનથી અસંતૃષ્ઠ વ્યક્તિ બીજાની નજીક ઝડપથી આવી શકે છે.
આ પણ વાંચો: રોમાંસ કરતી વખતે કરેલી આ ભુલ મૂડ કરે છે ખરાબ, પાર્ટનર થઈ શકે છે નારાજ
જીમ
ઓફિસ પછી બીજા ક્રમે જીમ આવે છે. વ્યાયામ કરવા અને ફિટનેસ જાળવવા માટે જીમ જતા લોકો વચ્ચે પણ ઘણી વખત અફેર શરૂ થઈ જતા હોય છે. જોકે આ જગ્યામાં પુરુષો કરતાં મહિલાઓના અફેર થવાની શક્યતા વધુ હોય છે. કારણ કે જીમમાં મહિલાઓ ટ્રેનરની વધારે નજીક રહેતી હોય છે. આવી સ્થિતિમાં કોઈની સાથે ભાવનાત્મક રીતે વ્યક્તિ સરળતાથી જોડાઈ જાય છે.
આ પણ વાંચો: Relationship Tips: સવારે ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે પાર્ટનર સાથે કરો આ 4 કામ
સોશિયલ મીડિયા
સોશિયલ મીડિયા પણ અફેર શરૂ થવાનું સૌથી મોટું માધ્યમ છે. આજના સમયમાં લોકો ઘરે આવ્યા પછી સૌથી વધુ સોશિયલ મીડિયા પર સમય પસાર કરે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પોતાના એક્સના સંપર્કમાં પણ આવી જતા હોય છે. આ સ્થિતિમાં લગ્ન પછી પણ તેઓ સંબંધ જાળવી રાખે છે.
આ પણ વાંચો: Relationship Tips: ભુલથી પણ પરિણીત પુરુષના ચક્કરમાં ન પડવું, જાણો કારણ
પાર્ટી
આ વાત સાંભળવામાં વિચિત્ર લાગશે. પરંતુ પાર્ટી એવી જગ્યા છે જ્યાં એક્સ્ટ્રા મેરિટલ અફેર શરૂ થવાની શક્યતા વધારે છે. ઘણા એવા લોકો હોય છે જે પારિવારિક પાર્ટીઓ દરમિયાન અન્યને મળે છે અને તે તેને ગમવા લાગે છે. આ સંબંધો પછી ધીરે ધીરે તેમની વચ્ચે પ્રેમ વધવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)