Relationships Tips: લાઇફમાં આપણને ઘણા લોકો મળે છે કેટલાક લોકો કોઈ સ્વાર્થ કે લાભ મેળવવા માટે સાથે રહેતા હોય છે તો કેટલાક લોકો નિસ્વાર્થ લાગણી અને પ્રેમથી જોડાયેલા હોય છે. જે લોકો લાગણીથી તમારી સાથે જોડાય છે તેઓ એવા સમયે પણ તમને હસાવે છે જ્યારે તમે ઉદાસ અને એકલા હોય. મુશ્કેલ સમયમાં પણ આવા લોકો તમારી સાથે રહે છે. પરંતુ વ્યક્તિની કેટલીક ખરાબ આદતોના કારણે આવા લોકો તેનો સાથ છોડીને જતા રહે છે. જીવનભર સાથ નિભાવનાર વ્યક્તિ પણ માણસની કેટલીક ખરાબ આદતોના કારણે સંબંધ તોડીને જતા રહે છે. તેથી જરૂરી છે કે વ્યક્તિ પોતાની ખરાબ આદતોને સમયસર ઓળખી અને બદલે. નહીં તો જીવનભર પસ્તાવો કરવાનો જ વારો આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંબંધોને ખરાબ કરતી આદત 


આ પણ વાંચો:  લવ મેરેજમાં લગ્ન પછી પ્રેમ ઓછો શા માટે થઈ જાય છે ? જાણો ચોંકાવનારા કારણો


બીજાની સામે મજાક ઉડાવવી 


મિત્રો હોય કે તમારા પાર્ટનર કોઈપણ વ્યક્તિની ત્રીજા વ્યક્તિની સામે મજાક ઉડાવવાની આદત ખરાબ હોય છે. આવું કરવાથી અજાણતા તમે સામેના વ્યક્તિના મનને દુભાવો છો અને મિત્રોની સામે પણ તે વ્યક્તિની કોઈ કદર રહેતી નથી. 


વાતચીત ન કરવી 


કોઈપણ સંબંધ કે મિત્રતા ત્યારે જ ટકે છે જ્યારે બંને તરફથી સંબંધ નિભાવવામાં આવે. જો કોઈ એક જ વ્યક્તિ દર વખતે પ્રયત્ન કરે તો આવા સંબંધો લાંબો સમય ટકતા નથી. ખાસ કરીને રિલેશનશિપની બાબતમાં વાતચીત કરવી જરૂરી છે. વાતચીત ન કરવાથી બે વ્યક્તિ વચ્ચે ગેરસમજ ઊભી થાય છે અને તે સંબંધ ખરાબ થવાનું કારણ બને છે 


આ પણ વાંચો: Motivational Thought: સુખી જીવન માટે જીવનમાં અપનાવો જયા કિશોરીની આ 5 વાતો


નેગેટિવ વાત કરવી 


જો તમે કોઈ વ્યક્તિ માટે સતત નેગેટિવ વાતો કરશો તો તેની અસર સંબંધો પર ચોક્કસથી પડશે. તેથી પોતાના પાર્ટનર કે મિત્ર વિશે ખરાબ વાત અન્ય કોઈને કરવી નહીં. જો કોઈ વાત ન ગમે તો એકબીજા સાથે વાત કરીને સમસ્યાનું સમાધાન લાવો. ત્રીજા વ્યક્તિને બધી જ વાત કરવાથી સંબંધોમાં દુરીઓ વધવા લાગે છે.


લાગણી વ્યક્ત ન કરવી 


મિત્રતા હોય કે રિલેશનશિપ બંનેમાં પોતાની લાગણી અને પ્રેમને વ્યક્ત કરવી જરૂરી છે. મનમાં છુપાયેલી લાગણીને જો તમે વ્યક્ત કરતા નથી તો સામેની વ્યક્તિને તેમની અનુભૂતિ પણ થશે નહીં. આવી સ્થિતિમાં તમારા પાર્ટનર તમારાથી દૂર જવા લાગશે. 


આ પણ વાંચો: Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ


પ્રયત્ન ન કરવા 


સંબંધોમાં બે વ્યક્તિ સાથે મળીને પ્રયત્ન કરે તે જરૂરી છે. સંબંધ ટકાવી રાખવા માટે બંને વ્યક્તિએ એકબીજા માટે પ્રયત્ન કરવા પડે છે જો કોઈ એક જ વ્યક્તિ એફર્ટ કરે અને બીજા વ્યક્તિ તેના પર ધ્યાન પણ ન આપે તો સંબંધ ટકતા નથી.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)