Negative Thoughts: બ્રેકઅપ પછીની એકલતા અને નેગેટિવીટી દુર કરવામાં મદદ કરશે આ 5 ટીપ્સ, દિલથી રહેશો ખુશ
How to Stop Negative Thoughts: નેગેટિવ વિચારો અને નેગેટિવ આદતોથી બચવું હોય તો લાઇફસ્ટાઇલમાં કેવા ફેરફાર કરવા આજે તમને જણાવીએ. તો તમે દિનચર્યામાં આ ફેરફાર કરી લેશો તો માઈન્ડ રિલેક્સ રહેશે અને એકલતામાં પણ તમે ખુશીથી જીવન જીવી શકશો. સાથે જ નકારાત્મક વિચારો પણ મનમાં નહીં આવે અને તમે ફિઝિકલી તેમજ મેન્ટલી ફિટ રહેશો.
How to Stop Negative Thoughts: ઘણી વખત એકલતાના કારણે વ્યક્તિને ઓવર થીંકીંગ અને નેગેટીવ થીંકીંગની સમસ્યા થઈ જાય છે. ખાસ કરીને રિલેશનશિપમાં રહ્યા પછી જો બ્રેકઅપનો સામનો કરવો પડે તો આવી સ્થિતિ સર્જાઇ શકે છે. લાંબા સમય સુધી આ સ્થિતિ રહે તો તે મેન્ટલ હેલ્થને પણ અસર કરે છે. નકારાત્મક વિચારોની સમસ્યાને લાઈફ સ્ટાઇલમાં બદલાવ લાવીને દૂર કરી શકાય છે. મનમાં સતત નકારાત્મક વિચારો આવતા હોય અને એક બાબતે વધારે વિચારો આવતા હોય તો તમે લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરીને હેલ્ધી લાઈફ જીવી શકો છો.
આ પણ વાંચો: Relationship Tips: મહિલાઓને દાઢી-મુંછ વાળા પુરુષો શા માટે વધારે ગમે છે? જાણી લો કારણ
નેગેટિવ વિચારો અને નેગેટિવ આદતોથી બચવું હોય તો લાઇફસ્ટાઇલમાં કેવા ફેરફાર કરવા આજે તમને જણાવીએ. તો તમે દિનચર્યામાં આ ફેરફાર કરી લેશો તો માઈન્ડ રિલેક્સ રહેશે અને એકલતામાં પણ તમે ખુશીથી જીવન જીવી શકશો. સાથે જ નકારાત્મક વિચારો પણ મનમાં નહીં આવે અને તમે ફિઝિકલી તેમજ મેન્ટલી ફિટ રહેશો.
નેગેટિવ વિચારોને કંટ્રોલ કરવાની ટીપ્સ
આ પણ વાંચો: પરિણીત પુરુષ શા માટે કરે છે લફરું ? આ કારણોથી બીજી સ્ત્રીમાં પડે છે પુરુષને રસ
1. નકારાત્મક વિચારો ત્યારે આવે છે જ્યારે આપણે લાગણીઓને દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે એક બાબત પર વધારે પડતા વિચારો કરવામાં આવે તો તેમાં નેગેટિવ વિચાર વધી જાય છે. આ સ્થિતિને બદલવા માટે પોતાની લાગણીને કંટ્રોલ કરવા પર ધ્યાન આપો. કોઈપણ પ્રકારની લાગણીને દબાવવાની બદલે તેના વિશે બોલી દેવું અને વિચારવાનું બંધ કરવું.
આ પણ વાંચો: Relationship Tips: મોટી ઉંમરના પાર્ટનરમાં યુવાનોને શા માટે પડે છે રસ ? આ છે કારણ
2. જ્યારે પણ કોઈ બાબતને લઈને સતત ફરિયાદ રહે છે તો સ્વભાવમાં પણ નેગેટિવિટી આવી જાય છે. સતત ફરિયાદ કરવાથી મેન્ટાલીટી નેગેટિવ થવા લાગે છે. તેનાથી બચવું હોય તો જે પણ સમસ્યા કે સ્થિતિ હોય તેનો સ્વીકાર કરવાનું શીખો. દરેક સ્થિતિને પોઝિટિવિટી થી એક્સેપ્ટ કરો.
3. મલ્ટી ટાસ્કિંગ શબ્દ સાંભળવામાં સારો ન લાગે પરંતુ વાસ્તવમાં જો તમે એકલા હો ત્યારે મલ્ટીટાસ્ક કરશો તો તમારી પ્રોડક્ટિવિટી પણ સુધરશે અને તમે કયા કામને પ્રાથમિકતા દેવી તે સમજવા લાગશો. સાથે જ તમારો ખાલી સમય નેગેટિવ વિચારોમાં પસાર કરવાનું બંધ કરશો.
આ પણ વાંચો: Extra Marital Affair: આ 5 કારણને લીધી પરિણીત મહિલાનું પરપુરુષ સાથે શરુ થાય છે લફરું
4. એકલતામાં જો તમે કલાકો સુધી બેસી રહેશો તો મનમાં નેગેટિવ વિચારો જ આવશે. નકારાત્મક વિચારોની સાથે સુસ્તી અને આળસ પણ વધવા લાગશે. આ સ્થિતિને બદલવા માટે ફ્રી સમયમાં એકલા બેસવાનું ટાળો. જ્યારે પણ ખાલી સમય હોય અને વિચારો વધારે આવવા લાગે તો વોક પર નીકળી જવું અથવા તો રેગ્યુલર કામથી બ્રેક લેવાનો પ્રયત્ન કરો.
આ પણ વાંચો: Relationship: કુંવારા છોકરાઓને પરિણીત મહિલા વધારે શા માટે ગમે ? આ છે સાચું કારણ
5. ઘણા લોકો પોતાના જીવનમાં જ એટલા બીઝી થઈ જાય છે કે સોશિયલ લાઈફથી દૂર થઈ જાય છે. જેના કારણે મેન્ટલ હેલ્થ પર પણ અસર પડે છે ધીરે ધીરે એકલતા પણ વધી જાય છે. તેનો સૌથી બેસ્ટ ઉપાય છે કે તમે ધીરે ધીરે સોશિયલ કનેક્શન બનાવવાની શરૂઆત કરો. નવા લોકોને મળો અને તેમને જાણો આમ કરવાથી મનમાં આવતા નકારાત્મક વિચારો પણ કંટ્રોલ થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)