Relationship Tips: પ્રેમ પછી લગ્ન થાય એટલે દરેક કપલને એવું લાગવા લાગે કે તેમની લવ સ્ટોરી પણ ફિલ્મોમાં જેવી હોય તેવી જ રહેશે. પરંતુ રીયલ લાઇફમાં ફિલ્મો જેવી લવ સ્ટોરી હોતી નથી. કોઈપણ સંબંધ પરફેક્ટ નથી હોતો. તેને પરફેક્ટ બનાવવો પડે છે. તમે જેને જીવનસાથી તરીકે પસંદ કરો તેની સાથે રિલેશનશિપને આગળ વધારતી વખતે અલગ અલગ સ્ટેજ પસાર કરવા પડે છે. દરેક કપલના જીવનમાં સંબંધોમાં 5 સ્ટેજ આવે છે. દરેક કપલ એ આ સ્ટેજ પ્રમાણે પોતાના વિચારોમાં અને વર્તનમાં ફેરફાર કરવો પડે છે. જો આવું કરવામાં ન આવે તો સંબંધને બગડતા વાર નથી લાગતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  હનીમૂનની મજા બમણી કરી દે છે આ વસ્તુઓ, શોપિંગ લિસ્ટમાં આ વસ્તુઓ તો હોવી જ જોઈએ


આ અંગે ફોર્બ્સમાં પણ એક આર્ટીકલ છાપવામાં આવ્યો હતો. ફોર્બ્સમાં છપાયેલા આ આર્ટીકલ અનુસાર દરેક રિલેશનશિપમાં 5 સ્ટેજ આવે છે. જો આ સ્ટેજને દરેક કપલ સંભાળી લે તો જીવન ખુશખુશાલ બની શકે છે. તો ચાલો તમને પણ જણાવીએ આ પાંચ સ્ટેજ કયા છે અને કયા સ્ટેજમાં કપલ એ વધારે સંભાળીને રહેવું જોઈએ. 


રિલેશનશિપના 5 સ્ટેજ 


આ પણ વાંચો:  લિવ ઈન રિલેશનશીપમાં રહેવાનો વિચાર પણ કરો તે પહેલા જાણી લો આ જરૂરી વાતો


આકર્ષણનો ફેઝ


જ્યારે સંબંધની શરૂઆત હોય છે ત્યારે બધું જ નવું અને રોમાંચક લાગે છે. એકબીજા પ્રત્યેનું એટ્રેક્શન પણ સતત વધે છે. કપલને એકબીજા સાથે જ સમય પસાર કરવો હોય છે. એકબીજા સાથે હરવું ફરવું અને વાતો કરવી જ પ્રાયોરિટી હોય છે. આ સમય દરમિયાન કપલ એકબીજાની ખામીઓને પણ અવગણતા હોય છે. શરૂઆતનો આ ફેસ આકર્ષણનો હોય છે અને તે છ મહિના જેટલું ચાલે છે. 


હનીમૂન ફેસ 


લગ્ન થઈ જાય પછી છ મહિનાથી લઈને બે વર્ષ સુધી હનીમૂન ફેઝ ચાલે છે. લગ્ન પછી કપલ એકબીજાની આદતો પસંદ નાપસંદ અને સ્વભાવને વધારે સારી રીતે સમજવા અને જોવા લાગે છે. જોકે લગ્ન પછીનો શરૂઆતનો બે વર્ષનો સમય હનીમૂન ફેઝ હોય છે જેમાં કપલ  વચ્ચે ખટપટ પણ શરૂ થાય છે પરંતુ પ્રેમ વધારે રહે છે. 


આ પણ વાંચો:  વર્ષોના લગ્નજીવન પર પણ ભારે પડે છે આ ભુલ, પાર્ટનર ક્યારેય માફ નહીં કરે


ઈમોશનલ ફેસ 


હનીમૂન ફેસ પછી ઈમોશનલ ફેઝ આવે છે. આ સમય દરમિયાન કપલ એકબીજાની ખામીઓને સ્વીકાર કરીને સાથે રહેવાનું શીખે છે. સાથે જ એ વાતને પણ ધ્યાનમાં રાખે છે કે પાર્ટનર એકબીજાના સુખ દુઃખના સમયમાં કેટલો સાથ આપે છે. આ સમય દરમિયાન કપલ એકબીજાની જવાબદારીઓ પણ વહેંચે છે. 


કમિટમેન્ટનો સમય 


આ સમય એવો હોય છે જ્યારે કપલ વચ્ચે શરૂઆતનો રોમાન્સનો સ્પાર્ક ઓછો થઈ ગયો હોય છે. આ સમય દરમિયાન કપલ વચ્ચે શારીરિક સંબંધોનું આકર્ષણ પણ ઓછું થઈ જાય છે. આ સમય દરમિયાન પતિ-પત્નીએ વધારે સતર્ક રહેવાની જરૂર હોય છે. સાથે જ પોતે કરેલા કમિટમેન્ટને લઈને તટસ્થ રહેવાની પણ જરૂર હોય છે. આ સ્ટેજમાં કપલે સંભાળવું ખાસ જરૂરી હોય છે.


આ પણ વાંચો:  વિદ્યા બાલનએ જણાવ્યો લગ્નજીવનને સુખી બનાવવાનો મંત્ર, આ વાતનું રાખવું હંમેશા ધ્યાન


મેચ્યોરિટી 


લગ્નના પાંચ વર્ષ પછીનો સમય મેચ્યોરિટીનું સ્ટેજ હોય છે. આ સમય દરમિયાન પાર્ટનર સારી ખરાબ બધી જ આદતોનો સ્વીકાર કરી ચૂક્યા હોય છે આ સમય એવો હોય છે જ્યારે પતિ પત્ની એકબીજાની ખુબીઓને પ્રેમ કરવા લાગે છે અને એકબીજાનો સપોર્ટ બને છે.