Anger Management: જો પાર્ટનર હોય ખીજમાં તો આ 6 સ્ટેપ ફોલો કરી પોતાનો ગુસ્સો કરો કંટ્રોલ
How To Control Anger:જો પાર્ટનર ખૂબ જ ગુસ્સામાં હોય અને તેની સામે તમારે ગુસ્સો કરવાનું ટાળવું હોય તો સૌથી પહેલા પોતાના મનને શાંત કરો અને ઊંડા શ્વાસ લેવા લાગો. આ વાત વિચિત્ર લાગશે. પરંતુ ઊંડા શ્વાસ લેવા અને છોડવાની પ્રક્રિયા મગજને શાંત કરવામાં મદદ કરે છે.
How To Control Anger: પતિ પત્ની વચ્ચે ક્યારેક કોઈ વાતને લઈને ઝઘડો થાય તે ખૂબ જ સામાન્ય વાત છે. ઝઘડો થવાનું મુખ્ય કારણ હોય છે ગુસ્સો. જ્યારે બે લોકો એકબીજાની સામે ગુસ્સે થઈ જાય છે તો ઝઘડો થાય છે. પરંતુ આ ઝગડો વધે નહીં તે માટે બેમાંથી કોઈ એક વ્યક્તિએ પોતાના ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ. ખાસ કરીને જ્યારે સામેની વ્યક્તિ ગુસ્સામાં પાગલ હોય ત્યારે સ્થિતિ સંવેદનશીલ થઈ જાય છે આ સ્થિતિમાં સામેની વ્યક્તિ સામે ગુસ્સો કરવાને બદલે ગુસ્સાને કંટ્રોલ કરી લેવાથી સંબંધ ખરાબ થતા નથી અને સંબંધ પર નેગેટિવ ઇફેક્ટ પણ થતી નથી.
જો પતિ અને પત્ની બંને ગુસ્સાવાળા સ્વભાવના હોય અને કોઈ વાતને લઈને ઝઘડો થાય તો ગુસ્સા પર કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ જાય છે. આ સ્થિતિમાં કોઈ વ્યક્તિએ પોતાનો ગુસ્સો કેવી રીતે કંટ્રોલ કરવો અને ઝઘડાનું શાંતિપૂર્ણ સમાધાન કઈ રીતે લાવવું આજે તમને જણાવીએ.
ગુસ્સા પર કંટ્રોલ કરવા શું કરવું ?
1. જો પાર્ટનર ખૂબ જ ગુસ્સામાં હોય અને તેની સામે તમારે ગુસ્સો કરવાનું ટાળવું હોય તો સૌથી પહેલા પોતાના મનને શાંત કરો અને ઊંડા શ્વાસ લેવા લાગો. આ વાત વિચિત્ર લાગશે. પરંતુ ઊંડા શ્વાસ લેવા અને છોડવાની પ્રક્રિયા મગજને શાંત કરવામાં મદદ કરે છે.
2. જ્યારે તમારા પાર્ટનર ગુસ્સામાં હોય તો એ વાતને સમજવાનો પ્રયત્ન કરો કે કઈ વાતને લઈને તેને ગુસ્સો આવી રહ્યો છે ? ગુસ્સાના કારણ વિશે વિચારો. સાથે જ તેની લાગણીને પણ ઓળખો આમ કરવાથી તમે સ્થિતિને સારી રીતે મેનેજ કરી શકશો.
3. જો પાર્ટનર ગુસ્સામાં હોય તો તેની વાત પર ઇન્સ્ટન્ટ રીએક્ટ કરવાની બદલે થોડીવાર શાંત રહો. આ સમયે પોતાને શાંત કરી લેવાથી ઝઘડો મોટું સ્વરૂપ ધારણ કરતા અટકી જશે. જ્યારે કોઈ એક વ્યક્તિ ગુસ્સામાં હોય તો સામેની વ્યક્તિએ સમજી વિચારીને પ્રતિક્રિયા આપવી જોઈએ ખાસ કરીને પોતાના શબ્દો અને એક્શન પર કંટ્રોલ કરો.
4. ગુસ્સામાં એકબીજા પર આરોપ લગાડવાને બદલે પોતાના વિચારને શાંતિથી વ્યક્ત કરો. શાંતિપૂર્ણ રીતે વાતચીત કરવાની શરૂઆત કરશો તો સામેની વ્યક્તિ પણ ધીરે ધીરે શાંત થવા લાગશે.
5. જો પાર્ટનર ગુસ્સામાં હોય તો સમય અને સંજોગને ધ્યાનમાં રાખીને પીછે હટ કરી લેવી કોઈ ખરાબ બાબત નથી. તેનાથી તમે ખરાબ નથી બની જતા. તેથી ઝઘડાને ટાળવા માટે પોતાની વાત છોડી નમતું જોખી દો. આમ કરવાથી પાર્ટનરનો ગુસ્સો પણ તુરંત જ શાંત થઈ જશે.
6. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે વિચારો કે તમારી સામે એ વ્યક્તિ છે જેની સાથે તમારે આખું જીવન પ્રસાર કરવાનું છે તેથી ગુસ્સામાં ઉઠાવેલો એક કદમ તમારા લગ્ન જીવનને બરબાદ કરી શકે છે. સાથે જ પરિવાર અને બાળકો વિશે પણ વિચારો. આ વિચાર ચોક્કસથી તમારા ગુસ્સાને કાબુમાં કરી લેશે.