Extramarital Affair: ક્યારેય પત્નીની તુલના બીજી સ્ત્રી સાથે કરવી ના જોઈએ, ભલે એ તમારી મા હોય, બહેન હોય કે ફ્રેન્ડ. પત્નીને એમ લાગશે કે તમે એમને એમની તુલનાએ નીચી ગણી રહ્યાં છે. જેના પગલે તમારા સંબંધો બગડશે. આ સિવાય પણ કેટલીક ભુલ છે. જો તમે આ કામ રિલેશનશીપમાં કરો છો તો તમારી પત્ની તમારાથી દુર જવા લાગશે. આ સમયે તેના જીવનમાં બીજું કોઈ આવી પણ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમય ના આપવો
જો તમે પણ તમારી પત્નીને સમય ના આપી શકતા હો તો એની બાબતોને ઇગ્નોર કરવાનું શરૂ કરશો તો તમારી વચ્ચે અણબનાવની આ પહેલી નિશાની છે. એવું બની શકે કે એ કોઈ બીજામાં પોતાનો પ્રેમ શોધવા લાગે..


આ પણ વાંચો: Parenting Tips: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ શેર કરી બેસ્ટ પેરેન્ટિંગ ટિપ્સ


અપમાન કરવું
પત્નીની ભાવનાઓ  તેની પસંદ-નાપસંદનું પણ સન્માન કરો. ક્યારેય એની સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ના કરો, એના આત્મસન્માનને ઠેસ ક્યારેય ના પહોંચાડો..


ભૂતકાળને ભૂલી જાઓ
તમે તમારા કે એમના ભૂતકાળની વાતોને વારંવાર યાદ કરો છો તમારા વચ્ચે સંબંધો કડવાહટભર્યા બની જશે. જૂની બાબતોને ભૂલીને જ આગળ વધવું એ જ યોગ્ય છે. 


આ પણ વાંચો: રિલેશનશીપમાં આ 5 લક્ષણ જોવા મળે તો સમય બગાડ્યા વિના કરી લેવું બ્રેકઅપ


ખરાબ બિહેવીયર 
પત્નીની દરેક ચીજ ને કંટ્રોલ કરવાની કોશિષ ના કરો. એને પણ પોતાના સ્વતંત્ર નિર્ણય લેવાની છૂટ છે એટલે જ એને આઝાદી આપો. જો તમે તેને કંટ્રોલ કરવાની કોશિષ કરશો તો એક દિવસ એ તમને છોડીને જતી રહેશે.


શારીરિક સંબંધોમાં ઉણપ
શારીરિક સંબંધોમાં ઉણપ પણ કપલ વચ્ચે નારાજગીનું કારણ બની શકે છે. આ બાબતને ઈગ્નોર કરવી એટલે એકબીજા સાથે રિલેશન બગાડવાનો આ પહેલો તબક્કો છે. 


આ પણ વાંચો: આ 3 રીતે પાર્ટનર સાથે બનાવો સ્ટ્રોંગ બોંડ, પાર્ટનરને વધી જશે ઈંટિમસીમાં ઈંસ્ટ્રેસ્ટ


શક કરવો
પત્ની પર કોઈ પણ કારણોસર વહેમ રાખવો એ સાબિત કરે છે કે તમારી વચ્ચે બધું જ બરોબર ચાલી રહ્યું નથી. એકબીજા પર વિશ્વાસ જ સંબંધોનો પાયો છે. એટલે એકબીજા પર શક કરશો તો આ સંબંધ તૂટતાં વાર નહીં લાગે


બહારની વ્યક્તિને વચ્ચે લાવવી
તમે જો તમારી ખાનગી બાબતોને બીજા સાથે શેર કરશો તો આગળ જઈને કડવાહટ વધારી શકે છે. કોઈ તમને કંઇ પણ સલાહ આપી શકે છે. તમે જ એક એવા વ્યક્તિ છો જે એકબીજાને સમજી શકો છો. સમસ્યા હોય તો એકબીજા સાથે શેર કરી ઉકેલવાનો પ્રયાસ કરો...