Toxic Wife: લગ્ન એ નવા જીવનની શરુઆત હોય છે. લગ્ન પછી બે લોકો સમજદારી અને પ્રેમ સાથે જીવન પસાર કરે છે. સંસાર શરુ કર્યા પછી દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે પરંતુ ઘણીવખત પાર્ટનર એવા મળી જાય કે દિવસનું સુખ અને રાતની ઊંઘ છીનવાઈ જાય. ઘણીવાર જીવનસાથી મનપંસદના હોય છે પરંતુ તેમ છતા લગ્ન પછી સમસ્યા શરુ થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: દરેક પુરુષને પત્ની પાસેથી હોય આ 5 અપેક્ષા, પત્ની પુરી કરે તો લગ્નજીવન રહે ખુશહાલ


તેમાં પણ જો પત્ની એવી મળી જાય જે બિલકુલ એડજસ્ટ કરવા તૈયાર જ ન હોય તો જીવન જીવવું મુશ્કેલ થઈ જાય છે. ઘણાની પત્ની એટલી ટોક્સિક હોય છે કે તે માત્ર પતિ માટે જ નહીં પરીવારના લોકો માટે પણ માથાનો દુખાવો બની જાય. આવી સ્ત્રીઓના કેટલાક લક્ષણો હોય છે. આ લક્ષણો ધરાવતી સ્ત્રી ઘરને બરબાદ અને પતિને દુ:ખી કરી દે છે. 


શંકાશીલ સ્વભાવ


આ પણ વાંચો: Relationship Tips: લગ્ન પછી આ 5 ટીપ્સ અપનાવશો તો સાસરામાં પણ મળશે પિયર જેવો પ્રેમ


પત્નીને પતિ પર શંકા થઈ શકે છે. પરંતુ કેટલીક સ્ત્રીઓ એટલી હદે શંકાશીલ હોય કે તેની શંકાની આ બીમારી પતિ માટે જ નહીં પરિવાર માટે પણ સમસ્યાનું કારણ બની જાય. શંકાશીલ સ્વભાવના કારણે ઘરમાં ક્લેશ અને અશાંતિ રહેવા લાગે છે. આવી પત્નીની પતિ ડરતા હોય છે તેથી ખુલીને વાત પણ કરી શકતા નથી. 


વાત વાત પર રડવું


ઘણી મહિલાઓ સંવેદનશીલ હોય છે પરંતુ ઘણી સ્ત્રીઓ આંસુને હથિયારની જેમ વાપરે છે. તે કોઈપણ વાત હોય તુરંત રડવા લાગે છે. ઘરમાં રડીને રાજ કરતી સ્ત્રીઓ પણ પતિ માટે મુશ્કેલી હોય છે. નાની નાની વાત પર રડીને ક્લેશ કરી ઘરમાં પણ અશાંતિ ફેલાવે છે. 


આ પણ વાંચો: Rejection: રિલેશનશીપમાં રિજેકશનને હેન્ડલ કરવું મુશ્કેલ નથી, આ 4 વાતોને રાખજો યાદ


કારણ વિના ઝઘડવું


વારંવાર અને કારણ વિના ઝઘડતી સ્ત્રીઓ ઘરમાં અશાંતિ વધારે છે. નાની અમથી મજાકની વાત પણ સ્ત્રીઓ ઝઘડા કરવા લાગે છે. આવી સ્ત્રીઓ રાયનો પર્વત કરી ઘર માથે લઈ લે છે. તેમના કારણ ઘરમાં લોકો મજાક મસ્તી કરવાથી પણ ડરે છે. 


એકતરફી નિર્ણય


પતિ-પત્નીએ કોઈપણ નિર્ણય એકબીજા સાથે વાતચીત કર્યા પછી લેવો જોઈએ. પરંતુ જે સ્ત્રીઓ માથાભારે હોય છે તે કોઈને પુછવું કે વાત કરવી જરૂરી સમજતી નથી અને પોતાની રીતે જ નિર્ણય લઈ લેતી હોય છે. આવી આદત ક્યારેય મોટી મુશ્કેલી સર્જી દે છે. 


આ પણ વાંચો: Relationship: રિલેશનશીપમાં બેંચિંગ એટલે શું ? તમે આ કેટેગરીમાં તો નથી આવતાને?


વાત કરવા તૈયાર જ ન હોય


ઝઘડા દરેક પતિ પત્ની વચ્ચે થાય પરંતુ થોડા સમયમાં તેઓ એકબીજા સાથે વાતચીત કરી સમાધાન કરી લેતા હોય છે. પરંતુ ટોક્સિક પત્ની હોય તો તે વાત કરવા તૈયાર જ હોતી નથી. તેને વાત વધારવામાં જ રસ હોય છે. તેમના કારણે નાનો ઝઘડો પણ મોટું સ્વરુપ લઈ લેતો હોય છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)