Relationship Tips: સંબંધમાં અબ્યુઝની વાત આવે તો લોકોના મનમાં આવે છે કે કોઈ સાથે મારપીટ થઈ છે અથવા તો તેને અપશબ્દો કરવામાં આવ્યા છે. પરંતુ અબ્યુઝ માત્ર શારીરિક નથી હોતું. અબ્યુઝ માનસિક પણ હોય છે. અબ્યુઝનો અર્થ થાય છે કે કોઈ વ્યક્તિ સાથે એટલું ખરાબ વર્તન કરવું કે તે દુઃખી થઈ જાય, તેનું મન આહત થાય અને તે અપમાનિત થાય. સંબંધ જ્યારે ખરાબ થવા લાગે ત્યારે કેટલાક લોકો સાથે આવી ઘટના બનતી પણ હોય છે. પરંતુ તેને તે સામાન્ય ગણી છે અવગણે છે. પરંતુ હકીકતમાં આવી વાતો સામેના પાત્રને મેન્ટલી અબ્યુઝ કરવા માટે થતી હોય છે. આજે તમને આવી જ કેટલીક બાબતો વિશે જણાવીએ જેને લોકો સામાન્ય ગણીને અવગણે છે પરંતુ હકીકતમાં તે મેન્ટલ અબ્યુઝ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Couple Goal: આ ટિપ્સ અપનાવશો તો લગ્નના વર્ષો પછી ફરીથી તમારા પ્રેમમાં પડી જશે પતિ


બીજા સામે મજાક ઉડાવવી


જો પતિ કે પત્ની અન્ય લોકોની સામે પોતાના પાર્ટનરની વાત વાતમાં મજાક ઉડાવે તો તે સામાન્ય નથી. મિત્રો સાથે મજાક મસ્તી અલગ વસ્તુ છે અને વાત વાતમાં અન્યની સામે મજાક ઉડાવી અલગ.


દરેક બાબત પર કંટ્રોલ


સંબંધમાં જો તમારા પાર્ટનર તમે શું કરો છો, ક્યાં જાવ છો?, કોની સાથે વાત કરો છો તે બધી જ બાબત પર કંટ્રોલ કરવા માંગે અને તમને અંગત જીવન અંગે નિર્ણય લેવાની પણ પરવાનગી ન હોય તો તે પ્રેમ નથી પરંતુ અબ્યુઝ છે. 


આ પણ વાંચો: બોરિંગ થયેલા લગ્નજીવનમાં રોમાન્સનો તડકો લગાવી દેશે આ ટીપ્સ, દરેક કપલે કરવી જોઈએ ફોલો


સ્પેસનો અભાવ


જો તમારો પાર્ટનર તમારા મોબાઇલ ચેક કરે કે તમે તમારા પરિવારના લોકો કે ખાસ મિત્રો સાથે શું વાત કરો છો તે જાણવા સતત પ્રયત્ન કરે અને તમને સ્પેસ ના આપે તો આ બાબતને સ્વીકારી લેવા જેવી નથી.


અન્ય સામે નીચું દેખાડવું


જો તમારો પાર્ટનર તેના મિત્રો કે અન્ય લોકોની સામે તમને મૂર્ખ સાબિત કરી સતત નીચું દેખાડવાના પ્રયત્ન કરે છે તો તે અબ્યુઝ છે.


આ પણ વાંચો: ઝઘડા પછી ફિઝિકલ થવું સૌથી વધુ હોટ, ઝઘડા પછી પાર્ટનર સાથે ટ્રાય કરો આ ટ્રિક્સ


દરેક બાબત માટે બ્લેમ કરવો


પાર્ટનર નાની નાની વાત પર ઝઘડા કરે અને તેનો બ્લેમ તમારા પર નાખે તો સમજી લેજો કે તે તમને મેન્ટલી અબ્યુઝ કરે છે અને તમારી માનસિક સ્થિતિ સાથે રમત રમે છે. આ ઘટનાને ક્યારેય નજર અંદાજ ન કરો.


મેણા ટોણા મારવા


જો સંબંધમાં વાતેવાત પર તમારો પાર્ટનર તમને મેણા ટોણા મારે અને તમારામાં જ ખામી છે તેવું તમને અનુભવ કરાવે તો તે મેન્ટલ અબ્યુઝનું સૌથી ખરાબ સ્વરૂપ છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)