ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં સદીઓથી એવી માન્યતા છે કે પત્ની ઘરની લક્ષ્મી હોય છે, અને તેનો વ્યવહાર, સોચ અને કર્મ આખા પરિવારની ભલાઈ અને સુખ સમૃદધિને પ્રભાવિત કરે છે. ચાણક્ય નીતિ અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે એક પત્નીનું ઘર પરિવારમાં વિશેષ મહત્વ  હોય છે. ચાણક્ય નીતિમાં પતિ અને પત્નીના સંબંધો વિશે અનેક મહત્વપૂર્ણ શિખામણો અપાઈ છે. જે એક સફળ અને સુખી દાંપત્ય જીવન માટે જરૂરી ગણાય છે. ચાણક્યએ ખાસ કરીને એ વાત પર ભાર મૂક્યો છે કે લગ્ન પહેલા કેટલાક મહત્વપૂર્ણ ગુણો અને આદતોને સમજવી ખુબ જરૂરી છે. જેથી કરીને ભવિષ્યમાં સમસ્યાઓ ન આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય પરંપરામાં પત્નીને ઘરની લક્ષ્મી  ગણવામાં આવે છે. તેને ઘરની સુખ અને સમૃદ્ધિ તથા શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. જો પત્ની સમજદાર, ધૈર્યવાન અને કર્તવ્યનિષ્ઠ હોય તો તે પરિવારમાં સુખ અને શાંતિ સમૃદ્ધિનો સંચાર કરે છે. આથી ચાણક્ય નીતિ મુજબ પત્નીની પસંદગીમાં ત્રણ પરિબળો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. નહીં તો સંબંધમાં તણાવ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાણો એ 3 ગુણો વિશે...


1. સદાચાર અને ચરિત્ર
ચાણક્યના જણાવ્યાં મુજબ એક સ્ત્રીનું ચરિત્ર અને નૈતિકતા સૌથી મહત્વપૂર્ણ હોય છે. પત્નીનું ચરિત્ર જો શુદ્ધ અને નૈતિક હોય તો તે પરિવારની કરોડરજ્જુ બને છે અને દરેક પરિસ્થિતિમાં પતિ અને પરિવારને સાથ આપે છે. એક પત્નીનું આદર્શ આચરણ પતિ અને પરિવારના સન્માનને જાળવી રાખવામાં સહાયક બને છે. જો કોઈ સ્ત્રી ચરિત્ર્યવાન ન હોય કે પછી તેના નૈતિક સિદ્ધાંતો નબળા હોય તો તેની અસર પરિવાર પર પડી શકે છે અને તે આગળ જઈને વિવાદ અને સંબંધમાં તૂટનું કારણ બની શકે છે. આથી લગ્ન પહેલા આ પહેલું પર ધ્યાન આપવું જરૂરી છે. 


2. ધૈર્ય અને સહનશીલતા
ચાણક્ય નીતિમાં ધૈર્ય અને સહનશીલતાને પણ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યા છે. ચાણક્ય કહે છે કે ધૈર્યવાન અને સહનશીલ પત્ની દરેક પરેશાનીનો સામનો હિંમત અને સમજદારીથી કરી શકે છે. જીવનમાં ઉતાર ચડાવ આવે જ છે પરંતુ એક ધૈર્યવાન પત્ની પરિવારને સંભાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કોઈ સ્ત્રીમાં ધૈર્ય અને સહનશીલતાની કમી હોય તો તે નાની નાની વાત પર નારાજ થઈ શકે છે. જેનાથી પતિ અને પત્ની વચ્ચે તણાવ પેદા થઈ શકે છે. આવા સંબંધમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવું મુશ્કેલ બને છે. 


3. ઘર પરિવારની દેખભાળ કરવાની ક્ષમતા
ચાણક્ય નીતિ મુજબ એક સ્ત્રીને ઘર પરિવારની દેખભાળ કરવાની ક્ષમતા હોવી જોઈએ. તે પરિવારની જરૂરિયાતો અને સમસ્યાઓને સમજતી અને તેનો ઉકેલ લાવવાની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ. એક એવી પત્ની જે ઘરને સારી રીતે સંભાળી શકે છે, પરિવારને સુખ અને શાંતિનો અનુભવ કરાવી શકે છે. જો કોઈ સ્ત્રી ઘર અને પરિવારની જવાબદારીઓને બરાબર નીભાવી શકે નહીં તો આગળ જઈને સંબંધમાં તણાવ અને વિવાદનું કારણ બની શકે છે. પરિવારનું સંચાલન યોગ્ય ઢબે ન થવાથી જીવનમાં પરેશાનીઓ વધી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)