Relationship Tips: રશ્મિ દેસાઈ ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી છે. કલર્સ ચેનલ પર આવતી સિરિયલ ઉત્તરનથી રશ્મિ દેસાઈ ઘરેઘરમાં ફેમસ થઈ હતી. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો રશ્મિ દેસાઈ સફળ રહી છે. પરંતુ પ્રેમની બાબતમાં તેને હંમેશા તકલીફ અને દગો મળ્યો છે. એક મુલાકાત દરમિયાન રશ્મિ દેસાઈએ સંબંધોને લઈને પોતાના જે અનુભવો છે તેને લઈને એક ખાસ વાત કહી હતી. આ વાતનું અનુકરણ દરેક કપલે કરવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ 4 વાતો ખુશહાલ લગ્નજીવનને પણ કરી દે છે બરબાદ, સુખી રહેવું હોય તો ન કરવી આ ભુલ


રશ્મિ દેસાઈ સાથે બે વખત સંબંધોમાં વિશ્વાસઘાત થયો છે. રશ્મિ દેસાઈએ પહેલા લગ્ન નંદિશ સંધૂ સાથે કર્યા હતા. નંદિશ સંધૂ સાથેના લગ્નમાં સમસ્યાઓ વધતાં બંને અલગ થઈ ગયા. ત્યારબાદ રશ્મિના જીવનમાં અરહાન ખાન આવ્યો. પરંતુ બિગ બોસ 13 દરમિયાન રશ્મિ દેસાઈને ખબર પડી કે અરહાનના લગ્ન થઈ ગયા છે અને તેને એક બાળક પણ છે. ત્યારબાદ રશ્મિ અને અરહાનના સંબંધનો પણ અંત આવ્યો. 


સંબંધોને લઈને એક ઇન્ટરવ્યૂ દરમિયાન રશ્મિ દેસાઈએ ખાસ વાત કહી હતી. તણે કહ્યું હતું કે એ વાતમાં કોઈ શંકા નથી કે સંબંધ તૂટવાનો સમય ખૂબ જ તકલીફકારક હતો. તે વિચારી રહી હતી કે હવે તે શું કરશે. આવા સમયે સ્વાભાવિક છે કે પાર્ટનરની ભૂલ અને નેગેટિવિટી સૌથી પહેલા દેખાય. પરંતુ એક સારી વાત એ રહી કે તેણે ક્યારેય પોતાના પાર્ટનર વિશે ખરાબ બોલ્યું નથી.


આ પણ વાંચો: જયા બચ્ચનથી લઈ કેટરિના સુધીની અભિનેત્રીઓએ જણાવ્યું ક્યારે રિલેશનશીપમાં લેવો યુ ટર્ન


રશ્મિ દેસાઈએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે જ્યારે સંબંધ તૂટે છે તો કપલ પોતાના એક્સ વિશે ખરાબ ખરાબ વાતો પબ્લિકલી બોલવા લાગે છે. પરંતુ આવું કરવું સૌથી મોટી ભૂલ હોય છે. સંબંધ તૂટવાના કારણે જે તકલીફ થઈ હોય છે તેમાં એક્સ વિશે ખરાબ બોલીને તમને થોડી મિનિટ માટે શાંતિ મળશે પરંતુ આવું કરીને તમે તમારા વ્યક્તિત્વને હલકું પાડી દેશો. 


રશ્મી દેસાઈએ એમ પણ જણાવ્યું હતું કે સંબંધમાં જો કોઈ દગો કર્યો તો તે ખૂબ જ તકલીફ કરાવે છે પરંતુ તેનો અર્થ એ નથી કે દગો દેનાર વ્યક્તિને તમે કેરેક્ટર સર્ટિફિકેટ આપો અને લોકો વચ્ચે તેનું ખરાબ બોલો. આવી સ્થિતિમાં સંબંધમાંથી નવી શીખ લઈને જીવનમાં આગળ વધી જવું.