Vidya Balan Marriage Tips: બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન એ ફિલ્મ પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને 12 વર્ષ થયા છે પરંતુ આજ સુધી તેમની વચ્ચે ક્યારેય સમસ્યા થઈ નથી. આજે પણ વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર સુખી લગ્નજીવન જીવી રહ્યા છે. પોતાના સુખી લગ્ન જીવનના સિક્રેટ તાજેતરમાં જ વિદ્યા બાલનને શેર કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મુલાકાત દરમિયાન અભિનેત્રીએ પોતાના સફળ લગ્નજીવનના કારણો વિશે ખુલાસો કર્યો હતો. વિદ્યા બાલનને જણાવ્યું હતું કે લગ્ન બે વ્યક્તિ વચ્ચે જ થાય છે તેમાં ત્રીજા વ્યક્તિની જગ્યા ન હોવી જોઈએ. વિદ્યા બાલનને એમ પણ જણાવ્યું હતું કે લગ્નને સારી રીતે ચલાવવા હોય તો વાતોને શેર કરવી જરૂરી છે. વિદ્યા બાલનને જણાવ્યું હતું કે જેમના નવા લગ્ન થયા છે તેમણે આ વાતને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. 


આ પણ વાંચો: દરેક પતિ-પત્નીના જીવનમાં આવે છે આ 5 સ્ટેજ, જાણો કયું સ્ટેજ કપલ માટે સૌથી નાજુક


વિદ્યા બાલન એ જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે પરિવાર, મિત્ર કે અન્ય કોઈપણ વ્યક્તિ હોવી જોઈએ નહીં. વિદ્યા બાલનને જણાવ્યું હતું કે મોટાભાગના લગ્નમાં સમસ્યાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે બે વ્યક્તિ વચ્ચે ત્રીજા વ્યક્તિનું ઇન્ટરફિયર વધી જાય છે. લગ્નજીવનને સુખી રાખવું હોય તો કપલ એ ત્રીજા વ્યક્તિને સંબંધમાં ક્યારેય આવવા દેવી નહીં. 


આ પણ વાંચો: હનીમૂનની મજા બમણી કરી દે છે આ વસ્તુઓ, શોપિંગ લિસ્ટમાં આ વસ્તુઓ તો હોવી જ જોઈએ


વિદ્યા બાલનની જણાવ્યું હતું કે જો તમે પાર્ટનર સાથે દરેક વાતને લઈને ખુલીને ચર્ચા કરશો તો સંબંધ મજબૂત રહેશે. તેણે પોતાનું જ ઉદાહરણ આપતા કહ્યું હતું કે સિદ્ધાર્થ રોય કપૂર દરેક બાબતની ચર્ચા વિદ્યા બાલન સાથે કરે છે.. સાથે જ બેમાંથી કોઈ એક વ્યક્તિને જ્યારે ગુસ્સો આવે છે તો તેના વિશે પણ તેઓ ઈમાનદારીથી એકબીજા સાથે વાત કરે છે. 


આ પણ વાંચો: લિવ ઈન રિલેશનશીપમાં રહેવાનો વિચાર પણ કરો તે પહેલા જાણી લો આ જરૂરી વાતો


વિદ્યા બાલન એ સુખી લગ્ન જીવનનો ગુરુ મંત્ર આપતા કહ્યું હતું કે બે લોકો જ્યારે લગ્નના બંધનમાં બંધાય છે તો સંબંધને ચલાવવાની જવાબદારી બંનેની હોય છે. સંબંધને મજબૂત રાખવો હોય તો એકબીજા માટે સમય કાઢવો જરૂરી છે. કોઈપણ કામ માટે જીવનના સૌથી કીમતી સંબંધને નજરઅંદાજ કરવો જોઈએ નહીં. જ્યારે લોકો એકબીજા સાથે સમય કાઢીને વાતો શેર કરે છે તો લગ્નજીવન હેલ્ધી અને ખુશ હાલ રહે છે.